શોધખોળ કરો
Advertisement
બેરુતમાં ફરી મોટી દુર્ઘટના, પોર્ટ પર લાગી ભીષણ આગ
ઓગસ્ટમાં બેરુતમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 70થી વધુ લોકોના મોત થયા હતા અને 4 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બેરુત: લેબનાનની રાજધાની બેરુતમાં હાલમાજ ભયંકર બ્લાસ્ટ થયો હતો. ત્યારે હવે ત્યાનાં એક પોર્ટ પર ભીષણ આગ લાગી છે. આગના કારણે ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો છે. આગની ભયંકર જ્વાળા દેખાઈ રહી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના બાદ અહી અફડાતફડી મચી ગઈ છે. આ ઘટનાના વીડ઼િયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યાં છે.
લેબનાનની સેના દ્વારા જણાવવામાં આવ્યું કે, એન્જીના તેલ અને ટાયરોના એક ગોડાઉનમાં આગ લાગી છે, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેની સાથે જ સેનાએ જણાવ્યું કે, હેલિકોપ્ટરોની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં બેરુતમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 70થી વધુ લોકોના મોત થયા હતા અને 4 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement