Migrant : ઈટાલીમાં ભયાનક દુર્ઘટના, બોટ શિલા સાથે અથડાતા 40 મજુરોના મોત
ઈટાલીથી આવી રહેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ હતા.
Migrant Shipwreck : ઇટાલીના કેલેબ્રિયા પ્રદેશના પૂર્વ કિનારે પરપ્રાંતીય મજૂરોને લઈ જતી એક બોટ ડૂબી જતા મોટી જાનહાની સર્જાઈ હતી. બોટમાં સવાર મોટી સંખ્યામાં લોકોના મોત થવાની આશંકા છે. ઈટાલીથી આવી રહેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ હતા.
અહેવાલો અનુસાર, ક્રોટોન પ્રાંતમાં દરિયા કિનારે આવેલા રિસોર્ટ સ્ટેકાટો ડી કેટ્રોના કિનારે 27 મૃતદેહો તરતી હાલતમાં મળી આવ્યા હતા. વહીવટીતંત્રએ ઘટનાસ્થળે તત્કાળ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. એક સ્થાનિક સમાચાર એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બોટ સમુદ્રની વચ્ચે જ બે ટુકડા થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન અને બચાવ વિભાગે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર લખ્યું છે કે, સ્થળાંતર કરનારા લગભગ 40 પ્રવાસીઓના મૃત્યુ થયાના અહેવાલ છે.
100 થી વધુ લોકો સવાર હતા
સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. બચાવકર્મીઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેઓએ 28 મૃતદેહો બહાર કાઢ્યા છે અને 3 મૃતદેહ પાનીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, લગભગ 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી Adnkronosના જણાવ્યા પ્રમાણે ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરનારા જહાજ ખરાબ હવામાન દરમિયાન ખડકો સાથે અથડાયું હતું.
ઉલ્લેખનીય છે કે, દરિયાઈ માર્ગે યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પ્રવાસીઓ માટે ઈટાલી એક મુખ્ય લેન્ડિંગ પોઈન્ટ છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના મિસિંગ માઈગ્રન્ટ્સ પ્રોજેક્ટ અનુસાર, 2014થી મધ્ય ભૂમધ્ય સમુદ્રમાં 20,333 લોકો મૃત્યુ પામ્યા છે અથવા તો ગુમ થઈ ગયા છે.
ICMRની રિસર્ચમાં ખુલાસો- Lockdown ન કર્યું હોત તો ભારતની ઈટાલી જેવી હાલત થઈ હોત
ભારતમાં કોરોનાના ખતરાને જોતા 21 લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેની વચ્ચે મેડિકલ રિસર્ચ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા આઈસીએમઆરના એક અભ્યાસ અનુસાર જો દેશમાં લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો 15 એપ્રિલ સુધી દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 8 લાખ 20 હજાર થઈ ગઈ હોત. લોકડાઉનના કારણે હાલમા સંક્રમતિ કેસોની સંખ્યા 6 હજરાથી ઓછી છે જ્યારે કુલ કેસોમાં 80 ટકાથી વધુ માત્ર 78 જિલ્લા સુધી જ સીમિત છે. વાસ્તવમાં આ ચોંકાવનારા આંકડા વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરૂપે વિદેશી પત્રકારો સાથે જાહેર કર્યા છે. સ્વરૂપ અનુસાર જો લોકડાઉન ન કર્યું હતો તો ભારતની હાલત આજે ઈટાલી જેવી બની ગઈ હોત. ICMRનું અનુમાન R0-2.5ના સિદ્ધાંત પર આધારિત છે. આ સિદ્ધાંત અનુસાર જો લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો સંક્રમિત એક વ્યક્તિ 406 લોકોને સંક્રમિત કરી શકે છે. જ્યારે લોકાડાઉનના કારણે તેની ક્ષમતા માત્ર 2.5 લોકોને સંક્રમિત કરવા સુધી મર્યાદિત થઈ થઈ જાય છે.