શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં મહેસાણાના યુવકની હત્યા, 15 દિવસથી હતો ગુમ
ટેનિસી: વિદેશમાં ગુજરાતીઓની એકપછી એકની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના અમેરિકામાં બની છે. ટેનિસી સ્ટેટના કોર્ડોવા ખાતે 15 દિવસથી ગુમ વાઈન શોપના માલિક સંજય પટેલની હત્યા કરી નાખવામાં આવી છે. સંજ્ય પટેલ 20 વર્ષ પહેલા મહેસાણાના આખજ ગામથી અમેરિકા સ્થાયી થયા હતા. સંજય પટેલ પોતાની 'ફાઈવ સ્ટાર વાઈન એન્ડ સ્પિરીટ' શોપમાં છેલ્લે રેગ્યુલર ગ્રાહક માર્કસ પેરી સાથે જોવા મળ્યા હતા. આ ગ્રાહકની ગત 11 ઓક્ટોબરના રોજ તેના ઘરમાંથી લાશ મળી હતી. જેના ફોનની તપાસ કરતાં પોલીસ એવા તારણ પર આવી છે કે સંજય પટેલનું પણ મોત થઈ ગયું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના આખજ ગામના વતની સંજય પટેલ નામનો વ્યક્તિ 20 વર્ષ પહેલા અમેરિકાના ટેનિસી સ્ટેટના કોર્ડોવા ખાતે સ્થાયી થયો હતો. અને ત્યાં 'ફાઈવ સ્ટાર વાઈન એન્ડ સ્પિરીટ' શોપ ચલાવતો હતો. પરંતુ છેલ્લા 15 દિવસથી તેમની કોઈ ભાળ ન મળતા પોલીસે તેમનું મોત થયું હોવાની વાત કરી હતી.
પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે, છેલ્લે સંજય પટેલ પોતાના રેગ્યુલર ગ્રાહક માર્કસ પેરી સાથે જોવા મળ્યા હતા. પરંતુ તે ગ્રાહકની પણ 11 ઓક્ટોબરના રોજ તેના ઘરમાંથી લાશ મળી હતી. પોલીસે આ વ્યક્તિના ફોનની તપાસ કરતા પોલીસે એવું તારણ કાઢ્યું છે કે છેલ્લા 15 દિવસથી ગુમ સંજય પટેલની પણ હત્યા કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement