પાકિસ્તાનમાં બર્બરતા! મુલતાનની હોસ્પિટલમાં 500થી વધુ મૃતદેહો મળી આવ્યા, બધામાંથી માનવ અંગો ગાયબ
અહીંથી 500 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે તમામ મૃતદેહોની છાતી ખુલ્લી કરી દેવામાં આવી છે.
Pakistan News: પાકિસ્તાનની પંજાબ નિસ્તાર હોસ્પિટલમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંથી 500 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે તમામ મૃતદેહોની છાતી ખુલ્લી કરી દેવામાં આવી છે અને તેમના માનવ અંગો કાઢી નાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન પ્રશાસને આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. નિસ્તાર મેડિકલ યુનિવર્સિટીની ટીચિંગ હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્યજી દેવાયેલા મૃતદેહો ખુલ્લામાં સડતા જોવા મળે છે. સડી ગયેલા મૃતદેહો ઉપરના માળે અને જૂના લાકડાના ખાટલા પર ફેંકવામાં આવ્યા હતા.
નિસ્તાર હોસ્પિટલના તબીબી અધિક્ષકને લખેલા પત્રમાં, એક વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે, મુલતાનની નષ્ટર હોસ્પિટલના ધાબા પર મૃતદેહો સડી જવાની એક ભયાનક ઘટના સામે આવી છે જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે. એક સક્ષમ અધિકારીએ આ ભયંકર ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આ બાબતે ઝીણવટભરી તપાસ કરવા જણાવ્યું હતું.
પાકિસ્તાનના પંજાબ પ્રદેશના મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીએ આ મામલાની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી પણ આપી હતી.
પાકિસ્તાની મીડિયા અનુસાર, દક્ષિણ પંજાબના આરોગ્ય વિભાગે નિશ્તાર હોસ્પિટલ બોડી કૌભાંડની ગેરરીતિની તપાસ માટે છ સભ્યોની ટીમની રચના કરી છે.