શોધખોળ કરો
Advertisement
જ્યારે પાકિસ્તાનની નેતાએ ગાયુ ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા’, વીડિયો વાયરલ
નોંધનીય છે કે હુસૈન પાકિસ્તાનમાં મુહાજિરોનું સમર્થન કરવા અને ભારતના ભાગલાના ટીકાકારના રૂપમાં જાણીતા છે.
ન્યૂયોર્કઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ભારતના સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન યુદ્ધની ધમકી આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાનની રાજકીય પાર્ટી મુત્તાહિદા કૌમ મૂવમેન્ટ પાર્ટીના સ્થાપક અલ્તાફ હુસેનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા’ગીત ગાતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે હુસૈન પાકિસ્તાનમાં મુહાજિરોનું સમર્થન કરવા અને ભારતના ભાગલાના ટીકાકારના રૂપમાં જાણીતા છે.
અલ્તાફે શનિવારે એક ટ્વિટ કહ્યું હતું જેમાં તેમણે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના સુપરવાઇઝર મોકલવાના પાકિસ્તાનની માંગ પર કહ્યુ હતું કે, મહાસચિવ એન્ટોનિયો ગુતેરસે શહરી સિંધ, બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વાહ અને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં પણ સુપરવાઇઝર મોકલવા જોઇએ જેથી દુનિયાને જાણ થાય કે પાકિસ્તાનમાં કેવી રીતે માનવાધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે અલ્તાફની પાર્ટી પર કાર્યવાહી બાદ તેમણે દેશ છોડી દીધો હતો અને 1992થી જ બ્રિટનમાં રહે છે. હુસેન ભલે વર્ષોથી લંડનમાં રહેતા હોય પરંતુ પોતાની પાર્ટીને તેઓ ત્યાંથી જ મેનેજ કરી રહ્યા છે. 2015માં પાકિસ્તાનની કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. તેમના પર હિંસા ઉશ્કેરવી, હત્યા, દેશદ્રોહ અને હેટ સ્પીચનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે અલ્તાફની તસવીર, વીડિયો અને નિવેદન મીડિયામાં બતાવવા પર પુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે એવા કોઇ પુરાવા નથી મળ્યા જેનાથી સાબિત થાય કે તેમણે બ્રિટિશ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય.#WATCH London: Founder of Pakistan’s Muttahida Qaumi Movement (MQM) party, Altaf Hussain sings 'Saare jahan se acha Hindustan hamara.' pic.twitter.com/4IQKYnJjfB
— ANI (@ANI) August 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement