NASA: નાસાએ જાહેર કરી સૂર્યની અત્યાર સુધીની 'સુંદર' તસવીર, તમારે જરૂર જોવી જોઇએ
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ગયા અઠવાડિયે તેના એક ઉપગ્રહમાંથી સૂર્ય (SUN) ની એક શાનદાર તસવીર લીધી છે
Nasa Shares Sun Smiling: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ગયા અઠવાડિયે તેના એક ઉપગ્રહમાંથી સૂર્ય (SUN) ની એક શાનદાર તસવીર લીધી છે. આ તસવીર જોઈને લાગે છે કે સૂર્ય સ્માઇલ કરી રહ્યો હોય. લોકો અલગ-અલગ નામ આપી રહ્યા છે.
Say cheese! 📸
— NASA Sun, Space & Scream 🎃 (@NASASun) October 26, 2022
Today, NASA’s Solar Dynamics Observatory caught the Sun "smiling." Seen in ultraviolet light, these dark patches on the Sun are known as coronal holes and are regions where fast solar wind gushes out into space. pic.twitter.com/hVRXaN7Z31
બુધવારે ટ્વિટર પર તસવીર શેર કરતા નાસાએ લખ્યું હતું કે આજે નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્યને 'સ્માઇલ કરતા ક્લિક કર્યો હતો. જો આપણે સૂર્યને યુવી લાઇટમાં જોઈએ તો સૂર્ય પરના આ કાળા ધબ્બાઓને કોરોનલ હોલ તરીકે જોવામાં આવે છે. આ એવા વિસ્તારો છે જ્યાં ખૂબ જ મજબૂત સૌર પવન હોય છે.
નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી શું છે?
નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી નાસાનું એ મિશન છે જે સૂર્યના રહસ્યો શું છે તેના પર સંશોધન કરે છે? તે સૂર્યમાં સૌર ગતિવિધિઓ કેવી રીતે કાર્ય કરે છે અને તે સમગ્ર બ્રહ્માંડમાં હવામાન પ્રવૃત્તિઓને કેવી રીતે ચલાવે છે તેના પર પણ સંશોધન કરી રહ્યું છે.
આ મિશન સૌપ્રથમ 11 ફેબ્રુઆરી 2010ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. અવકાશયાન સૂર્યના આંતરિક ભાગ, વાતાવરણ, ચુંબકીય ક્ષેત્ર અને ઊર્જા ઉત્પાદનને માપે છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી
બીજી તરફ સૂરજની આ તસવીર જોયા બાદ કેટલાક લોકો સૂર્યને લઈને ખુશ થઈ રહ્યા છે, ત્યાં નિષ્ણાતોનો મત અલગ છે. નિષ્ણાતોએ કહ્યું કે સૂર્યમાં દેખાતા આ ડાર્ક સ્પોટ્સ પૃથ્વી તરફ વધુ ગરમી મોકલી રહ્યા છે જે નુકસાનકારક છે.