શોધખોળ કરો

Nityanand on Corona: ભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું- હું ભારતની ધરતી પર પગ રાખીશ ત્યારે ખત્મ થશે કોરોના

નિત્યાનંદે 19 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે કોરોનાની બીજી લહેરના કારણે ભારતથી આવનારાર શ્રદ્ધાળુઓ માટે કૈલાસા દ્વીપ પર પ્રવેશ પ્રતિબંધ છે.

નવી દિલ્હીઃ દેશ હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. સારા સમાચાર એ છે કે વિતેલા કેટલાક દિવસથી દેશમાં કોરનાના દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે સ્વઘોષિત સંત નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે ભારતમાં કોરોના ત્યારે જ ખત્મ થશે જ્યારે તે ભારતની ધરતી પર પગ રાખશે.

થોડા દિવસ પહેલા બહાર પાડવામાં આવેલ એક વીડિયોમાં નિત્યાનંદનો એક શિષ્ય સવાલ કરી રહ્યો છે કે કોરોના ભારતમાંથી ક્યારે જશે. તેનો જવાબ આપતા નિત્યાનંદ કહે છે કે દેવી ‘અમ્માન’ તેના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચૂકી છે. કોરોના ભારતમાંથી ત્યારે જ જશે જ્યારે તે ભારતની ધરતી પર પગ રાખશે. નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નિત્યાનંદે 19 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે કોરોનાની બીજી લહેરના કારણે ભારતથી આવનારાર શ્રદ્ધાળુઓ માટે કૈલાસા દ્વીપ પર પ્રવેશ પ્રતિબંધ છે. તેની સાથે જ તેણે બ્રાઝીલ, યૂરોપિયન યૂનિયન અને મલેશઇયાથી આવનારા લોકો પર પણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

જણાવીએ કે, સ્વઘોષિત સંત નિત્યાનંદ પર જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ફરાર થયો હતો. નિત્યાનંદ દાવો કરે છે કે, તેણે એક વર્ચ્યુઅલ આઈલેન્ડની સ્થાપના કરી છે જેને તેણે કૈલાસા નામ આપ્યું છે. દાવા અનુસાર નિત્યાનંદનો આ આઈલેન્ડ ઇક્વાડોરના કીનારા આસપાસ છે.

નોંધનીય છે કે, કૈલાસાની પોતાની કરન્સી છે. જેમાં તેણે પોતાની કેબિનેટ બનાવી છે. જમાં સ્વાસ્થ્ય, શિક્ષા, તકનીક, હાઉસિંગ જેવા વિભાગો છે. નાગરિકતાની કૉલમમાં આધ્યાત્મિક નાગરિકતાના લખવામાં આવ્યું છે. નિત્યાનંદે પોતાના દેશનો એક ઝંડો પણ જાહેર કર્યો હતો. જેમાં તેની પોતાની તસવીર છે.

દક્ષિણ અમેરિકામાં ત્રિનિદાદ અને ટોબેગો, ઈક્વાડોર સહિત અનેક એવા દ્વીપીય દેશ છે, જ્યાં કોઈ પણ ખાનગી રીતે ટાપુ ખરીદી શકે છે. જે સીધી રીતે જમીન ખરીદવા જેવું જ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાગેડુ રેપના આરોપી નિત્યાનંદે તેની આસપાસ જ ક્યાંક નાનો ખાનગી ટાપુ ખરીદ્યો છે અને નામ કૈલાસા રાખ્યું છે, જે દુનિયાનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર હોવાનો દાવો કર્યો છે. જો કે તેની ચોક્કસ લોકેશન હજી કોઈને ખબર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ

Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર

MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયોIPS Sanjeev Bhatt Case | પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટને ઠેરવ્યા દોષિત, જાણો મામલોAhmedabad Crime | બિઝનેસમેન પર આઠ શખ્સો લાકડી અને દંડા વડે તૂટી પડ્યા, જુઓ સ્થિતિGujarat Weather Updates | આગામી દિવસોમાં ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું

Lok Sabha Elections: રાજ્યમાં ભાજપ યોજશે મોદી પરિવાર સભા, 50 હજારથી વધુ બુથમાં યોજાશે

Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે

EDની જપ્ત સંપત્તિનું શું થાય છે, જેને ગરીબોમાં વહેંચવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી?

Embed widget