Nobel Prize 2021 in Economics:અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
Nobel Prize In Economics 2021: અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે 2021નો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Nobel Prize In Economics 2021: અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે 2021નો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય અમેરિકી અર્થશાસ્ત્રીઓને અનપેક્ષિત પ્રયોગો, અથવા કહેવાતા 'પ્રાકૃતિક પ્રયોગો' પરથી તારણો કાઢવા પર કામ કરવા બદલ તેમને અર્થશાસ્ત્રમાં 2021 નો નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
નોબેલ પુરસ્કારથી સન્માનિત થનારા અર્થશાસ્ત્રીઓમાં બર્કલે સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના ડેવિડ કાર્ડ, મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગુઇડો ઇમ્બેન્સ સામેલ છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે કહ્યુ કે, ત્રણેયે ‘‘આર્થિક વિજ્ઞાનમાં અનુભવજન્ય કાર્યોને સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે. ’’
'કિંગ ઈઝ બેક', ધોનીની બેટિંગથી ખુશ વિરાટ ખુશીથી ઉછળ્યો ને કરી કોમેન્ટ, જાણો બીજું શું કહ્યું ?
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે રવિવારે પહેલી ક્વૉલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટોથી હરાવીને આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. ચેન્નાઇને આ મેચમાં દિલ્હીએ 173 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ધોનીની ટીમે શાનદાર બેટિંગ કરીને હાંસલ કરી લીધો હતો.
સીએસકે તરફથી ઋતુરાજ ગાયકવાડે એકવાર ફરીથી મેચ વિનિંગ ઇનિંગ રમીને સર્વાધિક 70 રન બનાવ્યા. આ ઉપરાંત અનુભવી સુરૈશ રેનાની જગ્યાએ રમી રહેલા રોબિન ઉથપ્પાએ 60 અને કેપ્ટન ધોનીએ મેચ વિનિંગ 18 રન અણનમ બનાવ્યા હતા.
ધોનીએ છેલ્લી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને માત્ર 6 બૉલમાં 18 રન ફટકાર્યા. ધોનીની આ ઇનિંગથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી પણ ખુશ થઇ ગયો અને તેને પોતાના પૂર્વ કેપ્ટનની જોરદાર પ્રસંશા કરી દીધી. કોહલીએ ટ્વીટ કર્યુ જે હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે.
વિરાટે ટ્વીટ કરતા લખ્યું- અને હવે કિંગની વાપસી થઇ ગઇ છે. દુનિયાના સૌથી મહાન ફિનિશર. આજની ઇનિંગે મને સીટ પરથી ઉઠવા માટે મજબૂર કરી દીધો......