શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વુહાનમાં પ્રથમ વખત ન આવ્યો કોરોના વાયરસનો એક પણ કેસ, વિશ્વ માટે એક નવી આશા- WHO
ભારતમાં 271 કોરોનાના કેસ ભારતમાં સામે આવ્યા છે.કોરોના વાયરસના કારણએ અત્યાર સુધીમાં દેશમાં 4ના મોત થયા છે.
જીનીવાઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ત્યારે એક રાહતના સમાચરા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપ્યા છે. ડબલ્યૂએચઓએ શુક્રવારે કહ્યું કે, ચીનના જે વુહાન શહેરમાંથી ડિસેમ્બરમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો હતો ત્યાં વિતેલા 24 કલાકમાં આ મહામારીનો એક પણ કેસ સામે આવ્યો નથી.
ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસ અદનોમે ગેબ્રેયસસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “વુહાનમાં આ બીમારી ફેલાયા બાદ એક પણ કેસ સામે આવ્યો નથી. વુહાને બાકી દુનિયા માટે એક નવી આશા જાગી છે કે સૌથી ગંભીર સ્થિતિ પણ પલટાવી શકાય છે.”
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર )ના આંકડા અનુસાર અત્યાર સુધીમાં ભારતમાં 271 કોરોનાના કેસ ભારતમાં સામે આવ્યા છે.
અત્યાર સુધી કેટલાના થયા મોત?
કોરોના વાયરસના કારણએ અત્યાર સુધીમાં દેશમાં 4ના મોત થયા છે. મુંબઈમાં 64 વર્ષની વ્યક્તિનું મોત થયું છે જે દુબઈથી પરત ફર્યા હતા. આ પહેલા 13 માર્ચના રોજ કર્ણાટકમાં કલબુર્ગીના 76 વર્ષની વ્યક્તિનું મોત થયું હતું જે સઉદી અરબથી પરત ફર્યા હતા. જ્યારે કોરોના વાયરસતી સંક્રમિત દિલ્હીની 68 વર્ષની મહિલાનું 17 માર્ચના રોજ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું હતું. 19 માર્ચના રોજ પંજાબમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion