શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: ઑક્સફોર્ડની વેક્સીન 70 ટકા અસરકારક, ક્લિનિકલ ટ્રાયલનના પરિણામ આવ્યા પોઝિટિવ
ભારત સરકાર દ્વારા પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઑ ક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા સાથે મળીને વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની સંભવિત વેક્સીન માટે ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી શકે છે.
નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે. એસ્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડની કોરાના વેક્સીન AZD1222નું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેના ઘણા સારા પરિણામ મળી રહ્યાં છે. એસ્ટ્રાજેનેકા એ કહ્યું કે, યૂકે અને બ્રાઝીલમાં AZD1222 ની ક્લિનિકલ ટ્રાયલના એક અંતમિર એનાલિસિસથી કોવિડ-19ને રોકવાના પોઝિટિવ રિઝલ્ટ સામે આવ્યા છે.
એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે, કોરોનાની વેક્સીન 90 ટકા અસરકારક હતી, જ્યારે AZD1222નો અડધો ડોઝ આપવામાં આવ્યો. તેના બાદ એક મહિનાની અંદર જ બીજો અડધો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે મહિનામાં જ બીજો ડોઝ આપવામાં આવ્યો ત્યારે 62 ટકા અસરકાર હતી. સંયુક્ત વિશ્લેષણમાં વેક્સીનની 70 ટકાની સરેરાશ અસરકારક છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઑ ક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા સાથે મળીને વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની સંભવિત વેક્સીન માટે ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી શકે છે. વેક્સીનની પ્રાઈવેટ માર્કેટમાં કિંમત 500થી 600 રૂપિયની વચ્ચે હોઈ શકે છે. મોટી માત્રામાં ખરીદવા પર સરકારને આ વેક્સીન અડધી કિંમત અથવા 3 થી 4 ડૉલર કે 225 થી 300 રૂપિમાં મળશે. ભારતને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરુઆતમાં મળવાની સંભાવના થે.
Pfizer, BioNTech, Modernaની વેક્સીન કેટલી અસરકારક
દુનિયાના અનેક દેશો કોરોના વાયરસની વેક્સીનની શોધ પર કામ કરી રહ્યાં છે. એવામાં દવા નિર્માતા કંપનીઓ ફાઝર અને મોર્ડનાની કોરોના વેક્સીનને લઈ ઘણી આશો વ્યક્ત કરાઈ છે. તેમની દવા અસરકારક ગણવામાં આવી રહી છે. સાથે જ ટ્રાયલના અનેક તબક્કામાં સારુ પરિણામ પણ આપ્યું છે. જો કે, ઘણા નિષ્ણાતોએ વેક્સીનની દુનિયામાં વિતરણને લઈ એક નિષ્પક્ષ પ્રણાલીને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion