શોધખોળ કરો
Advertisement
રાફેલની પુજા મામલે રાજનાથના બચાવમાં ઉતર્યુ પાકિસ્તાન, ટ્વીટ કરીને કહ્યું- કંઇ ખોટુ નથી કર્યુ તે.......
ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના તહેવારે જ પેરિસમાં ફ્રાન્સની દર્સા એવિએશન પાસેથી પહેલા રાફેલ લડાકૂ વિમાનની ડિલીવીરી લીધી હતી
નવી દિલ્હીઃ છેલ્લા બે મહિનાથી ભારતની સામે બાંયો ચઢાવીને દરેક મોરચે વિરોધ કરી રહેલા પાકિસ્તાને હવે એક મોટુ નિવેદન આપ્યુ છે, ભારતની હા મા હા મિલાવીને રાફેલ પુજાને યોગ્ય ઠેરવ્યુ છે. પાકિસ્તાની સેનાએ ટ્વીટ કરીને રાફેલ પુજાને યોગ્ય ગણાવી હતી.
ગુરુવારે આસિફ ગફૂરે ટ્વીટ કર્યુ કે, રાફેલની પુજામાં કંઇજ ખોટુ નથી, કેમકે આ ધર્મ અનુસાર છે. કૃપા યાદ રાખો..... આ માત્ર મશીન નથી, આનુ મહત્વ અસલમાં તેને સંભાળનારા વ્યક્તિની ક્ષમતા, ઝનૂન અને સંકલ્પ મહત્વનો છે. ઉલ્લેખનીય છે કે, આસિફ ગફૂર પાકિસ્તાની આર્મીના પ્રવક્તા છે અને તેમને રાજનાથની રાફેલ પુજાને યોગ્ય ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના તહેવારે જ પેરિસમાં ફ્રાન્સની દર્સા એવિએશન પાસેથી પહેલા રાફેલ લડાકૂ વિમાનની ડિલીવીરી લીધી હતી.Nothing wrong in #RafalePuja as it goes by the religion and that must be respected. Please remember....it’s not the machine alone which matters but competence, passion & resolve of the men handling that machine. Proud of our PAF Shaheens.#PAFtheMenAtTheirBest
— Asif Ghafoor (@peaceforchange) October 10, 2019
આ દરમિયાન રક્ષામંત્રીએ રાફેલની પુજા, શસ્ત્ર પુજા કરી, રાફેલના પૈડાંની નીચે લીંબુ મુક્યુ, નાળિયેર વધેર્યુ, નળાછડી બાંધી અને ગંગા જળ છાંટ્યુ હતુ. આની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ રક્ષામંત્રી રાજનાથને ટ્રૉલ કરવાનુ શરૂ કર્યુ હતુ.
પુજા પદ્ધતિ પર ઉઠેલા સવાલોને લઇને રાજનાથ સિંહે જવાબ આપ્યો, તેમને કહ્યું કે, મને જે ઉચિત લાગ્યુ તે મે કર્યુ છે, અને આગળ પણ આમ જ કરતો રહીશ. ગુરુવારે રાત્રે રક્ષામંત્રી રાજનાથ ફ્રાન્સ પ્રવાસથી પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે, ભારતે કાશ્મીર અંગે લીધેલા નિર્ણય બાદ બન્ને દેશો વચ્ચે ખટાશ આવી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion