શોધખોળ કરો

અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video

અવામી કમિટીએ જણાવ્યું હતું કે બોમ્બમાં ટાઈમર ફીટ કરવામાં આવ્યા હતા, અને તે સમયે વિરોધ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાકિસ્તાની સેનાએ રાવલકોટમાં વિરોધ સ્થળે ડ્રોનથી બોમ્બ ફેંક્યા.
  • ઇન્ટરનેટ બંધ, ગોળીબાર છતાં પીઓકેમાં પ્રદર્શનો ચાલુ રહ્યા.
  • પીઓકે મુદ્દો વૈશ્વિક બન્યો, લંડનમાં વિરોધ પ્રદર્શનો થયા.
  • પાક નેતાઓને પ્રદર્શનકારીઓ સાથે મળતા રોકાયા, બળવો ચાલુ.

પાકિસ્તાની સેના અસીમ મુનીર અને શાહબાઝ શરીફના નિર્દેશો પર સતત પીઓકેમાં લોકો પર અત્યાચાર ગુજારી રહી છે. પાકિસ્તાનના કબજા  હેઠળ કાશ્મીર (પીઓકે) ના રાવલકોટમાં પાકિસ્તાની સેનાએ એક વિરોધ પ્રદર્શન સ્થળ પર ડ્રોનથી બોમ્બ ફેંક્યા હતા. અવામી એક્શન કમિટીએ વીડિયો જાહેર કરી કહ્યું હતું કે 28 જૂનના રોજ રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે વિરોધ પ્રદર્શન સ્થળ પર ડ્રોન મારફતે આરડીએક્સના ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અવામી કમિટીએ જણાવ્યું હતું કે બોમ્બમાં ટાઈમર ફીટ કરવામાં આવ્યા હતા, અને તે સમયે વિરોધ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

5 જૂનથી સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ બંધ છે. આ ઇન્ટરનેટ શટડાઉનનો ઉપયોગ કરી પાકિસ્તાની સેનાએ પહેલા વિરોધીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 58 પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. પછી છેલ્લા બે અઠવાડિયાથી પીઓકેમાં ભોજનની સપ્લાય બંધ કરવામાં આવી હતી. તેમ છતાં લોકોએ બળવો બંધના કર્યો તો ડ્રોનથી બોમ્બ ફેંકવાની કાર્યવાહી પાકિસ્તાની સેનાએ કરી હતી.

મુનીરની સેનાએ PoKમાં બોમ્બ વરસાવ્યા 

જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ પબ્લિક એક્શન કમિટીએ કહ્યું હતું કે "PoK ના લોકો આવા પગલાંથી ડરશે નહીં. અમે કોઈપણ પરિસ્થિતિમાં અમારા અધિકારો માટે શાંતિપૂર્ણ સંઘર્ષ ચાલુ રાખીશું."PoK માં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારનો મુદ્દો હવે વૈશ્વિક મુદ્દો બની ગયો છે. ગયા અઠવાડિયે લંડનમાં બ્રિટિશ સંસદની બહાર એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ સુધી કૂચ કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન, આયોજકોએ બ્રિટિશ સરકારને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવતાવાદી સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.

પાકિસ્તાન સરકારે PoKને બાકીના પાકિસ્તાનથી કાપી નાખવા માટે બીજી નવી યુક્તિ અપનાવી છે. આજે પાકિસ્તાની સેનેટના વિપક્ષી નેતા મહમૂદ અચકઝાઈ અને ભૂતપૂર્વ વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે PoK ની મુલાકાત લેવા માટે ઇસ્લામાબાદથી રવાના થયા હતા, પરંતુ તેમને કહુટામાં અટકાવવામાં આવ્યા હતા અને આગળ વધવાથી અટકાવવામાં આવ્યા હતા. આ બધા છતાં PoKમાં બળવો આજે 21મા દિવસે પણ ચાલુ રહ્યો. રાવલકોટના ઈદગાહ મેદાનમાં 60,000થી વધુ લોકો એકઠા થયા હતા અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અન્ય શહેરોમાં પણ રસ્તા પર વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

ઈદગાહ મેદાનમાં હજારો પ્રદર્શનકારીઓને સંબોધતા અવામી એક્શન કમિટીના સભ્ય સરદાર લિયાકત હયાતે પાકિસ્તાન સરકાર અને પીઓકેમાં કઠપૂતળી સરકારને ચેતવણી આપતા કહ્યું કે પ્રદર્શનકારીઓએ ઇસ્લામાબાદ અને પીઓકેમાં તેના કઠપૂતળીઓને સંદેશ આપ્યો છે કે લોકો આ યુદ્ધ જીતશે.

પીઓકેમાં વિરોધ શા માટે થઈ રહ્યા છે?

પીઓકેમાં મોંઘવારી, રાજકીય અધિકારોના અભાવ અને શાસન વ્યવસ્થાને લઈને જાહેર અસંતોષ સતત વધી રહ્યો છે. પ્રદેશમાં ઇસ્લામાબાદની વધતી જતી દખલગીરી સામે લોકોમાં ઊંડો રોષ છે અને આ અસંતોષ હવે એક મોટા જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો હોય તેવું લાગે છે.

આ મહિને પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણોએ પ્રદેશમાં લાંબા સમયથી ઉભરી રહેલા જાહેર ગુસ્સાને ઉજાગર કર્યો છે. શાસન સુધારાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા કડક કાર્યવાહીના પરિણામે ઘણા લોકોના મોત થયા, જેના કારણે ઇસ્લામાબાદ માટે રાજકીય સંકટ ઉભું થયું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ.

Frequently Asked Questions

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) ના રાવલકોટમાં શું થયું?

રાવલકોટમાં પાકિસ્તાની સેનાએ એક વિરોધ પ્રદર્શન સ્થળ પર ડ્રોનથી RDX જેવા ચાર બોમ્બ ફેંક્યા હતા. અવામી એક્શન કમિટીએ આ વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ટાઈમર ફીટ કરેલા બોમ્બ હોવાનું જણાવાયું હતું.

PoK માં લોકો શા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે?

PoK માં લોકો મોંઘવારી, રાજકીય અધિકારોના અભાવ, નબળી શાસન વ્યવસ્થા અને ઇસ્લામાબાદની વધતી દખલગીરી સામે વિરોધ કરી રહ્યા છે. આ અસંતોષ એક મોટા જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે.

પાકિસ્તાન સરકારે PoK માં વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે કયા પગલાં લીધા છે?

પાકિસ્તાને 5 જૂનથી PoK માં ઇન્ટરનેટ બંધ કર્યું છે, વિરોધીઓ પર ગોળીબાર કરી 58 લોકોને માર્યા છે અને ભોજન સપ્લાય પણ રોકી દીધી છે. વિપક્ષી નેતાઓને પણ પ્રદર્શનકારીઓને મળતા અટકાવવામાં આવ્યા છે.

PoK માં અત્યાચારનો મુદ્દો વૈશ્વિક સ્તરે કેવી રીતે ધ્યાન પર આવ્યો છે?

PoK માં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારનો મુદ્દો હવે વૈશ્વિક બની ગયો છે. લંડનમાં બ્રિટિશ સંસદની બહાર વિરોધ પ્રદર્શન થયું હતું, જ્યાં બ્રિટિશ સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા વિનંતી કરાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Embed widget