શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને ભારતના વધુ એક ‘જાસૂસ’ને પકડ્યો હોવાનો કર્યો દાવો, જાણો વિગત
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ભારતીય જાસૂસની ઓળખ રાજુ લક્ષ્મણ તરીકે કરવામાં આવી છે. રાજુને બુધવારે લાહોરથી 400 કિમી દૂર ડેરા ગાજી ખાન જિલ્લાના રાખીગજ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો.
લાહોરઃ પાકિસ્તાને બુધવારે ભારતીય જાસૂસને અરેસ્ટ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ જાસૂસની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, કથિત જાસૂસે પોલીસ પૂછપરછમાં ભારતનો રહેવાસી હોવાનો અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાસૂસી કરી રહ્યો હોવાનો સ્વીકાર કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ભારતીય જાસૂસની ઓળખ રાજુ લક્ષ્મણ તરીકે કરવામાં આવી છે. રાજુને બુધવારે લાહોરથી 400 કિમી દૂર ડેરા ગાજી ખાન જિલ્લાના રાખીગજ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તે બલૂચિસ્તાનના ડેરા ગાજી ખાન જિલ્લામાં પ્રવેશતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાજુને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે અને ત્યાં પાકિસ્તાની એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે ક્ ઘણા લાંબા સમયથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ફેંસલાથી પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને સંભળાવેલી ફાંસીની સજા પર પ્રતિબંધ મુક્યો હતો.
રાષ્ટ્રપતિએ ટ્રિપલ તલાક કાયદાને આપી મંજૂરી, આ દિવસથી દેશભરમાં થશે લાગુ
ઉન્નાવ મામલોઃ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર, 45 દિવસમાં પુરો થાય ટ્રાયલ
મોંઘવારીના મારથી પીડાતી પ્રજાને મોટી રાહત, સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને થયો ઘટાડો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement