શોધખોળ કરો

Pakistan : ઈમરાનની સાથે હવે તેમની પત્નીની પણ મુશ્કેલી વધી, વિદેશ જવા પર પ્રતિબંધ

આ બંનેની સાથો સાથ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય 80 સભ્યોના નામ પણ નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.

Imran Khan and Wife Bushra Bibi : પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સાથો સાથ હવે તેમની પત્ની બુશરા બીબીની પણ મુશ્કેલીઓ વધી રહી છે. ઈમરાન ખાન અને બુશરા બીબી પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બંનેની સાથો સાથ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય 80 સભ્યોના નામ પણ નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.

ઈમરાન ખાને પાકિસ્તાનના અનેક પ્રાંતોમાં કલમ 245 લાગુ કરવા માટે સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લૉ ગણાવી છે. પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 245 અનુસાર, દેશની સુરક્ષામાં નાગરિક પ્રશાસનની મદદ માટે સેનાને બોલાવી શકાય છે. ઈમરાન ખાને પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને ઈસ્લામાબાદમાં કલમ 245ના અમલીકરણને પડકારતી અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લો ગણાવ્યો છે.

પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડાએ કહ્યું હતું કે, આર્મી એક્ટ, 1952 હેઠળ નાગરિકોની ધરપકડ, તપાસ અને ટ્રાયલ ગેરબંધારણીય, અમાન્ય છે અને તેની કોઈ કાનૂની અસર નથી. તેમણે કહ્યું હતું કે, આ બંધારણ, કાયદાના શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નકારવા સમાન છે. ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે, ખાને તેમની ધરપકડ બાદ 9 મેના રોજ ફાટી નીકળેલી હિંસાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે.

રિપોર્ટ અનુસાર, પીટીશનમાં વડાપ્રધાન શહેબાઝ શરીફ, પીએમએલ-એનના વડા નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાન અને અન્યને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. દરમિયાન, વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું છે કે, 9 મેના રોજ હુમલાખોરોએ પાકિસ્તાનના ગૌરવ પર હુમલો કર્યો અને દેશના દુશ્મનોને ઉજવણી કરવાનો મોકો આપ્યો. "હું 9 મેની દુ:ખદ ઘટનાઓને માત્ર એક પ્રદર્શન તરીકે જોતો નથી જે હિંસક બની ગઈ હતી," 

તેમણે એક ટ્વિટમાં કહ્યું હતું કે, આ કાવતરું ઘડનારા લોકો નાપાક ઈરાદા ધરાવતા હતા. શરમજનક ઘટનાઓ સ્પષ્ટ રીતે તૈયાર કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રએ જોયું છે કે કેવી રીતે સત્તા માટે ગણતરીના લોકોની લાલસાએ તેઓને એવા કાર્યો કરવા મજબૂર કર્યા જે પહેલાં ક્યારેય બન્યું ન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget