Pakistan : એવું તે શું થયું કે ઈમરાનના મંત્રી ઉભી પુંછડીયે ભાગ્યા ને હાઈકોર્ટમાં ભરાઈ ગયા?-Video
ફવાદ ચૌધરીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી તાજેતરમાં જ જામીન મળ્યા હતાં. જામીન મળ્યા બાદ ફવાદ ચૌધરી પોતાની કારમાં બેઠા હતાં.
Imran Khan's Party leader Fawad Chaudhry Video : પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને તેમની સરકારના પૂર્વ મંત્રીઓ સામે વર્તમાન સરકાર અને સેના આકરૂ વલણ અપનાવી રહી છે. સડકથી લઈને કોર્ટ અને પાર્લામેન્ટ સુધી જંગ બરાબરનો જામ્યો છે. જેનો ફફડાટ નેતાઓ પર પણ વર્તાઈ રહ્યો છે. ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચુકેલા અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ફવાદ ચૌધરી ધરપકડથી બચવા માટે કારમાંથી કૂદી પડ્યા હતાં અને ત્યાર બાદ પાછા ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ભાગી ગયા હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
ફવાદ ચૌધરીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી તાજેતરમાં જ જામીન મળ્યા હતાં. જામીન મળ્યા બાદ ફવાદ ચૌધરી પોતાની કારમાં બેઠા હતાં. પરંતુ આ દરમિયાન જ સામેથી પોતાની તરફ આવી રહેલી આતંકવાદ વિરોધી ટુકડીને જોઈ તેઓ ગભરાઈ ગયા હતાં.
ફવાદે પોલીસકર્મીઓને પોતાની તરફ આવતા જોયા કે તરત જ તે પોતાની કારમાંથી ઉતરીને ફવાદ હાઈકોર્ટ પરિસરની અંદર દોડી ગયા હતાં. ફવાદ ચૌધરી એ હદે ગભરાઈ ગયા હતાં કે રીતસરના કારમાંથી ઉતરીને ઉભી પુંછડીઓએ ભાગ્યા હતાં અને સીધા જ હાઈકોર્ટમાં ભાગી ગયા હતાં. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ બન્યો છે. આ હાસ્યાસ્પદ વીડિયો જોઈને લોકો પાકિસ્તાનની બરાબરની મજા લઈ રહ્યાં છે. નવાઈની વાત એ છે કે, હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ પોલીસે ફવાદની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Fawad Chaudhry does a runner upon seeing the police. Holed up in the courts.
Revolution on hold. pic.twitter.com/H8jo0G4uj5 — Dan Qayyum (@DanQayyum) May 16, 2023
હકીકતમાં ફવાદે જામીન દરમિયાન હાઈકોર્ટમાં કહ્યું હતું કે, તેમણે કલમ 144નું ઉલ્લંઘન કર્યું નથી અને તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી. અગાઉ, ઈસ્લામાબાદ હાઈકોર્ટે PTIના નેતાઓ ફવાદ, શિરીન મઝારી અને સેનેટર ફલક નાઝની ધરપકડને જાહેર વ્યવસ્થા જાળવણીના કાયદા 3 હેઠળ ગેરકાયદેસર ઠેરવી હતી.
પીટીઆઈના નેતાઓને મુક્ત કરવાનો આદેશ જસ્ટિસ મિયાં ગુલ હસન ઔરંગઝેબની કોર્ટે અલગ-અલગ અરજીઓની સુનાવણી દરમિયાન જારી કર્યો છે. ફવાદ ચૌધરીની સુનાવણી દરમિયાન બેરિસ્ટર જહાંગીર જાદૂન તેમના વતી બેન્ચ સમક્ષ હાજર થયા હતા.
سپریم کورٹ کے سینئر وکیل فواد چوہدری کو پہلے ضمانت کے باوجود سپریم کورٹ کے احاطے سے بغیر کسی وارنٹ کے اغواء کیا گیا اور اب انہیں اسلام آباد ہائیکورٹ سے ضمانت ملنے کے باوجود ایک مرتبہ پھر اغواء کرنے کی کوششیں جاری ہیں۔#PakistanUnderFascismpic.twitter.com/80679cHchr
— Tehreek-e-Insaf (@InsafPK) May 16, 2023
તેમણે કોર્ટ સમક્ષ કેટલાક તથ્યો મૂકવાની પરવાનગી માંગી હતી. જે દરમિયાન તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટના આદેશની નકલ ન તો આઈજી ઓફિસને આપવામાં આવી હતી અને ન તો કાયદા અધિકારીઓને. તેમણે કોર્ટને એમ પણ કહ્યું હતું કે, પીટીઆઈ નેતાનું બાયોમેટ્રિક વેરિફિકેશન અરજી પર કરવામાં આવ્યું નથી. જોકે, આ દલીલ પર જજે વકીલને ઠપકો આપતા કહ્યું હતું કે, બાયોમેટ્રિક થયું છે કે નહીં તે જોવાનું કામ જજનું છે.