શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના પેશાવરના મદરેસામાં બ્લાસ્ટ, સાત લોકોના મોત, બાળકો સહિત 70થી વધારે ઘાયલ
આ બ્લાસ્ટમાં અંદાજે 19 બાળકો ઘાયલ થયા છે.
પેશાવરઃ પાકિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટ પેશાવરના એક મદરેસામાં થયો છે. આ બ્લાસ્ટમાં સાત લોકોના મોત થયા છે અને બાળકો સહિત 70 લોકો ઘાયલ થયા છે. જ્યારે અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.
બેગમાં ટાઈમ બોમ્બ લગાવીને બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર
કહેવાય છે કે, આ બ્લાસ્ટમાં અંદાજે 19 બાળકો ઘાયલ થયા છે. ખૈબર પખ્તૂનખ્વાની પોલીસે જાણકારી આપી છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, બેગમાં ટાઈમ બોમ્બ લગાવીને આ ષડયંત્રને પાર પાડવામાં આવ્યું છે.
મૃતકોમાં બાળકો અને ટીચર્સ સામેલ ઘટનાસ્થળ પર હાજર લોકો અુસાર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મદરેસામાં ક્લાસ ચાલી રહ્યા હતા. મરનારા લોકોમાં ટીચર્સ અને બાળકો સામેલ છે. હાલમાં સ્થાનીક પોલીસ અને રાહત કામ માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.#UPDATE | At least 7 killed, 70 injured in blast at seminary in Peshawar's Dir Colony: Pakistan Media https://t.co/5JmM3DdV08
— ANI (@ANI) October 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement