શોધખોળ કરો
Advertisement
ઈમરાન ખાનનું વિચિત્ર નિવેદન, કહ્યું- બોલિવૂડના કારણે PAKમાં વધી રહ્યા છે સેક્સ અપરાધ
ઈમરાન ખાને કહ્યુ, તેમના દેશમાં ઈન્ટરનેટ દ્વારા બોલિવૂડ અને હોલિવૂડ કન્ટેન્ટ આવે છે. જેનાથી દેશના લોકો બગડી રહ્યા છે. મોબાઇલ પર બાળકોને અશ્લીલ સાહિત્ય મળી રહ્યું છે. આ કારણે પાકિસ્તાનમાં બાળ યૌન શોષણના મામલા પણ વધ્યા છે.
લાહોરઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ફરી એકવાર તેમના વિચિત્ર નિવેદનને લઈ ચર્ચામાં છે. આ વખતે તેમણે પાકિસ્તાની અને વર્લ્ડ મીડિયાને સંબોધતા કહ્યું કે, તેમના દેશમાં વધી રહેલા સેક્સ અપરાધો માટે બોલિવૂડ ફિલ્મો જવાબદાર છે. તેમણે દેશમાં વધી રહેલી યૌન હિંસા માટે હોલિવૂડને પણ જવાબદાર ગણાવ્યું છે.
ઈમરાન ખાને કહ્યુ, તેમના દેશમાં ઈન્ટરનેટ દ્વારા બોલિવૂડ અને હોલિવૂડ કન્ટેન્ટ આવે છે. જેનાથી દેશના લોકો બગડી રહ્યા છે. મોબાઇલ પર બાળકોને અશ્લીલ સાહિત્ય મળી રહ્યું છે. આ કારણે પાકિસ્તાનમાં બાળ યૌન શોષણના મામલા પણ વધ્યા છે.
તેણે એમ પણ કહ્યું કે, અમેરિકાન અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવતા કન્ટેન્ટથી અમારા બાળકો અને લોકોની માનસિકતા પર ખોટો પ્રભાવ પડી રહ્યો છે. આ કારણે અમારા લોકોના ઘર તૂટી રહ્યા છે. અમે પશ્ચિમની સંસ્કૃતિની સૌથી હાનિકારિક ચીજનું સેવન કરી રહ્યા છીએ.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી પહેલા પણ આ વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. તેમની સરકારે ભારતીય ફિલ્મો પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂક્યો છે તેવા જ સમયે તેમનું આ નિવેદન આવ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી ઘણી બોલિવૂડ ફિલ્મો પાકિસ્તાનમાં રિલીઝ થઈ નથી. જે બાદ ભારતે પાકિસ્તાની કલાકારો, ગાયકોને બોલિવૂડમાં કામ કરવા પર રોક લગાવી દીધી હતી. પાકિસ્તાની કલાકોરને બોલિવૂડમાં કામ નથી મળી રહ્યું. જેની અસર પાકિસ્તાની સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion