શોધખોળ કરો

Pakistan Politics : પાકિસ્તાનમાં ફરી એકવાર કંઈક મોટું થવાના એંધાણ, ઈમરાને ઘડ્યો માસ્ટર પ્લાન

શું પાકિસ્તાનમાં ફરી એકવાર સત્તા પરિવર્ત થવા જઈ રહ્યું છે? શું શાહબાઝ શરીનની સરકાર થોડા જ સમયની મહેમાન છે? ગણતરીના દિવસોમાં જ શાહબાજ સરકારનો થઈ જશે ઘડો લાડવો?

Political Crisis In Pakistan : પાકિસ્તાન પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાને ફરી એકવાર પાકિસ્તાનની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ઈમરાન ખાનના આ નિવેદનથી ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું પાકિસ્તાનમાં ફરી એકવાર સત્તા પરિવર્ત થવા જઈ રહ્યું છે? શું શાહબાઝ શરીનની સરકાર થોડા જ સમયની મહેમાન છે? ગણતરીના દિવસોમાં જ શાહબાજ સરકારનો થઈ જશે ઘડો લાડવો? 

ઈમરાન ખાને કહ્યું હતું કે, પીએમ શહેબાઝ શરીફે વિશ્વાસ મતનો સામનો કરવો પડશે. ઈમરાનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ગઠબંધનમાં સામેલ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P)એ શાહબાઝ સરકાર છોડવાની ધમકી આપી છે. આ ધમકી શાહબાઝને ઘણી મોંઘી પડી શકે છે કારણ કે સરકાર ચલાવવા માટે આ પાર્ટીના વોટ ખૂબ જ જરૂરી છે. જો ઈમરાનની વાત સાચી સાબિત થાય અને MQM-P શહેબાઝનો પક્ષ છોડી દે તો PMની ખુરશી જઈ શકે છે. એપ્રિલ 2022માં ઈમરાનને આ રીતે જ વિશ્વાસમતના કારણે પોતાની સત્તા ગુમાવવી પડી હતી. જેની પીડા હજુ પણ તેમને સતાવી રહી છે.

ગઠબંધન સરકાર માટે ખતરો

ગયા વર્ષે જ્યારે ઈમરાન પોતાની સીટ હારી ગયા ત્યારે પાકિસ્તાન પીપલ્સ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP), પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P)એ સંયુક્ત રીતે શાહબાઝને પીએમ તરીકે ચૂંટ્યા હતાં. આ રીતે દેશમાં ગઠબંધન સરકાર રચાઈ હતી. ત્રણેય પક્ષો હાલમાં MQM-Pને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

PPP નેતા આસિફ અલી ઝરદારી, PDM મૌલાના ફઝલ-ઉર-રહેમાન અને PM શાહબાઝે MQM-Pને ખાતરી આપી છે કે પાર્ટીની ચિંતાઓને કોઈપણ ભોગે દૂર કરવામાં આવશે. પરંતુ MQMની ધમકીએ ઈમરાનને આશા બતાવી છે. દેશમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ બાદ ઈમરાને એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમણે કહ્યું, 'પીટીઆઈ આ કસોટીમાંથી પસાર થઈ છે અને તે આ કસોટીમાંથી પસાર થઈ છે. હવે શાહબાઝનો વારો છે.

ઈમરાને પંજાબનું ઉદાહરણ આપ્યું

ઈમરાન પંજાબની પ્રાંતીય એસેમ્બલીમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઈલાહીએ તાજેતરમાં જ પ્રાંતીય વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. ઈમરાને કહ્યું હતું કે, પંજાબમાં તેમની પાર્ટીના પુરતા મતો છે. તેમણે કહ્યું હતું કે, મૂનીસ ઈલાહીએ ભારે મહેનત કરી અને છેલ્લી ઘડીએ PML-Q જરૂરી નંબરો મેળવવામાં સફળ રહી.

છેતરપિંડીનો ઇનકાર

આ દરમિયાન ઈમરાને છેતરપિંડી સંબંધિત તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. ઈમરાને કહ્યું હતું કે, પીડીએમ હંમેશા 'ચીલ-મંગા'ની રાજનીતિને વળગી રહેશે. ઈમરાને કહ્યું હતું કે, દેશ બદલાઈ ગયો છે અને કોઈ તેને અનુભવવા માંગતું નથી. ઈમરાનના કહેવા પ્રમાણે, દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પંજાબ જુલાઈ 2022માં સરકારની વિરુદ્ધ ઉભું થયું હતું. જુલાઈ 2022માં યોજાયેલી પેટાચૂંટણીમાં ઈમરાનની પાર્ટીને મોટી જીત મળી હતી. ઈમરાને કહ્યું હતું કે, આ પેટાચૂંટણીઓએ દેશની રાજનીતિને જ ધરમૂલથી બદલી નાખી છે.

ઘડી કાઢ્યો પ્લાન

ઈમરાનની પાર્ટી પીટીઆઈએ નિર્ણય કર્યો છે કે, તે નેશનલ એસેમ્બલીમાં પીએમ શહેબાઝ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. આ નિર્ણય તાજેતરમાં પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ઈમરાન ખાન આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન ઇમરાને તે રણનીતિને મંજૂરી આપી છે જેના હેઠળ કેન્દ્ર સરકારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget