Imran Khan: પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમાચાર ચલાવવા પર સરકારે લગાવી રોક, આ મામલે થઇ શકે છે ધરપકડ
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શાહબાઝ સરકાર પર નિશાન સાધવાના કારણે તેમની સામે મોટી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે.
Pakistan Govt Action on Imran Khan: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શાહબાઝ સરકાર પર નિશાન સાધવાના કારણે તેમની સામે મોટી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સરકારે ઇમરાનના સમાચાર ટીવી પર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમામ ચેનલોને સૂચના આપવામાં આવી છે કે કોઈ ઈમરાન ખાનનો ઈન્ટરવ્યુ લઈ શકે નહીં કે કોઈ નિવેદન ચલાવી શકશે નહીં. તે માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શું ધરપકડની ચાલી રહી છે તૈયારી?
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પણ ધરપકડ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘરની આસપાસ હલચલ મચી ગઇ છે. ઈમરાન ખાનની દેશની ટોચની તપાસ એજન્સી સમક્ષ હાજર ન થવા અને ગેરકાયદેસર ભંડોળના મામલામાં તેની નોટિસનો જવાબ ન આપવા બદલ ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાનના દૈનિક અખબાર ધ ન્યૂઝના અહેવાલ મુજબ, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) એ શુક્રવારે આ સંબંધમાં ઇમરાન ખાનને બીજી નોટિસ જાહેર કરી હતી. ધ ન્યૂઝના અહેવાલ મુજબ, ગત બુધવારે ઈમરાન ખાનને પહેલી નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેણે FIA ટીમ સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. ઈમરાન ખાન વિપક્ષનો સૌથી મોટો ચહેરો છે અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહી છે.
ત્રણ નોટિસ આપ્યા બાદ ધરપકડ થશે
સમાચારમાં FIAના ઉચ્ચ સ્તરીય અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાનની ધરપકડ કરવાનો અંતિમ નિર્ણય ત્રણ નોટિસ જાહેર કર્યા બાદ લેવામાં આવી શકે છે. સૂત્રોને ટાંકીને, સમાચારમાં કહેવામાં આવ્યું છે કે FIAએ યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને બેલ્જિયમમાં કાર્યરત ભૂતપૂર્વ વડાપ્રધાનના પક્ષ સાથે સંકળાયેલી પાંચ કંપનીઓને ટ્રેસ કરી છે.
ઈમરાન ખાન નકલી ફંડિંગના મામલામાં ફસાયા છે
પાકિસ્તાનના ચૂંટણી પંચને સોંપવામાં આવેલા રિપોર્ટમાં આ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું હતું કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ ભારતીય મૂળના ઉદ્યોગપતિ સહિત 34 વિદેશી નાગરિકો પાસેથી નિયમો વિરુદ્ધ ભંડોળ મેળવ્યું હતું.
GUJARAT : કોંગ્રેસનો ગંભીર આરોપ, મતદારયાદીમાં હજારોની સંખ્યામાં ડુપ્લીકેટ નામો અને બોગસ મતદારો