શોધખોળ કરો
Advertisement
સંકટમાં ઇમરાન ખાનની સરકાર, PAKમાં રસ્તા પર ઉતરી આવ્યા લોકો
આ માર્ચની આગેવાની પાકિસ્તાનના સૌથી મોટા ધાર્મિક જૂથ જમીયત-ઉલ-ઇસ્લામ પાકિસ્તાનના વડા મૌલાના ફઝલુર રહમાન કરી રહ્યા છે.
કરાંચીઃ પાકિસ્તાનની ઇમરાન સરકાર સંકટમાં આવી ગઇ છે. હંમેશા કાશ્મીરની આઝાદીની વાત કરનાર ઇમરાન ખાનથી પાકિસ્તાનની પ્રજા એટલી પરેશાન થઇ ગઇ છે કે હવે તે રસ્તા પર ઉતરી પડી છે. વાસ્તવમાં ઇમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાનની પ્રજા રસ્તા પર ઉતરી વિરોધ કરી રહી છે. હવે આઝાદી માર્ચ ઇસ્લામાબાદ પહોંચી ચૂકી છે. આ માર્ચની આગેવાની પાકિસ્તાનના સૌથી મોટા ધાર્મિક જૂથ જમીયત-ઉલ-ઇસ્લામ પાકિસ્તાનના વડા મૌલાના ફઝલુર રહમાન કરી રહ્યા છે.
ફઝલુર રહમાનની આગેવાનીમાં પાકિસ્તાનના કરાંચી સહિત તમામ મોટા શહેરોમાંથી 27 ઓક્ટોબરની આઝાદી માર્ચની શરૂઆત કરી હતી. જેની છેલ્લા પાંચ દિવસોમાં પાકિસ્તાનમાં મોટી અસર જોવા મળી. અલગ અલગ શહેરોમાં લોકો આ આઝાદી માર્ચમાં સામેલ થઇને ઇસ્લામાબાદ તરફ કૂચ કરવા લાગ્યા હતા. અર્થવ્યવસ્થાને લઇને વિદેશ નીતિના મોરચા પર ઇમરાન ખાન ચારેતરફ ઘેરાઇ ગઇ છે. કાશ્મીર પર હાર્યા બાદ સૈન્ય પ્રમુખ બાજવા પૈરલલ સરકાર ચલાવી તેના સંકેત આપી ચૂક્યા છે. 14 મહિનાની ઇમરાન ખાન સરકાર પુરી રીતે ખતરામાં દેખાઇ રહી છે. આ વિરોધમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સહિત અનેક વિપક્ષી દળના સમર્થક પણ સરકાર વિરોધી આ પ્રદર્શનમાં સામેલ થયા હતા.'Azadi March' caravan reaches Islamabad, Opposition rally to take place today Read @ANI Story | https://t.co/X1t6iD6S0E pic.twitter.com/ZuG5k7G3Fn
— ANI Digital (@ani_digital) October 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
દુનિયા
Advertisement