Plane Missing in Nepal: નેપાળમાં પેસેન્જર વિમાન લાપતા, એરપોર્ટ ઓથોરિટીને મોટા ધડાકાનો અવાજ સંભળાયો
નેપાળમાં તારા એર (Tara Air)નું વિમાન ક્રેશ થયું હોવાની આશંકા જણાવાઈ રહી છે.
Plane Missing in Nepal: નેપાળમાં તારા એર (Tara Air)નું વિમાન ક્રેશ થયું હોવાની આશંકા જણાવાઈ રહી છે. મુસ્તાંગના લાર્જુંગમાં એક વિમાન દુર્ઘનાગ્રસ્ત થયું હોવાનું રિપોર્ટ કરવામાં આવ્યું છે ત્યાર બાદ રેસ્ક્યુ ઓપરેશનને શરુ કરીને ઘટનાસ્થળ પર હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરને રોકવામાં આવ્યું હતું. ત્યાર બાદ સેના અને પોલીસની ટીમ દુર્ઘટના સ્થળ પર મોકલાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, તારા એરના આ પ્લેનમાં સવાર એક પેસેન્જર કેપ્ટન વસન્ત લામા પણ છે જે આ જ કંપનીનના પ્લેન ઉડાવે છે. આ સાથે વિમાનમાં સવાર 4 ભારતીય યાત્રીઓ મુંબઈના છે અને તેઓ એક જ પરિવારના સભ્ય છે. અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા અડધા કલાકથી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલર (ATC)થી કોઈ સંપર્ક નહોતો થઈ શક્યો. 10.35 સુધી ATC સાથે વિમાનનો સંપર્ક ચાલુ હતો અને પછી સંપર્ક કપાઈ ગયો હતો.
ધડાકાનો અવાજ સંભળાયોઃ
આ વિમાને પોખરાથી જોમસોમ જવા માટે ઉડાન ભરી હતી. પછી એર ટ્રાફિક કંટ્રોલથી આ વિમાનનો સંપર્ક કપાઈ ગયો હતો. હવે સમાચાર મળ્યા છે કે, જોમસોમ પાસે એક વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી છે. આ સાથે જોમસોમ એરપોર્ટ ઓથોરિટીને મોટા ધડાકાનો અવાજ સંભળાયો હતો.
13 નેપાળી, 4 ભારતીય પ્રવાસી વિમાનમાં સવારઃ
તારા એરે જણાવ્યા મુજબ વિમાનને ચલાવનાર ટીમ (ક્રુ મેમ્બર્સ) સહિત કુલ 22 લોકો વિમાનમાં સવાર હતા. જેમાં 13 નેપાળી, 4 ભારતીય અને 2 જાપાની નાગરિક હતા. ક્રુ મેમ્બર્સમાં વિમાનનો પાયલટ પ્રભાકર પ્રસાદ ધિમિરે, કો-પાયલટ ઈતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસ્મી થાપાનો સમાવેશ થાય છે.