Hindu Temple Abu Dhabi: PM મોદીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન
PM Modi Inaugurate Temple: PM મોદીએ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. અબુધાબીમાં પથ્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.
PM Modi Inaugurate Temple: PM મોદીએ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. અબુધાબીમાં પથ્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.મંદિરની બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું નિર્માણ આશરે રૂ. 700 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. વિશ્વમાં બનેલા બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના 1500 થી વધુ મંદિરોમાં એક સાથે આરતી કરવામાં આવી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/2J5kQ1NjMu
— ANI (@ANI) February 14, 2024
BAPS હિન્દુ મંદિર વિશે જાણવા જેવી વાતો
#WATCH | Prime Minister Narendra Modi to inaugurate the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/MZRYiq2EZg
— ANI (@ANI) February 14, 2024
- તે UAEનું પ્રથમ હિન્દુ મંદિર છે.
- BAPS હિંદુ મંદિર ગુલાબી રાજસ્થાની સેંડસ્ટોન અને સફેદ ઈટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યું છે અને એસેમ્બલી માટે UAE લઈ જવામાં આવ્યું છે.
- અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 2015માં પીએમ મોદીની દેશની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.
- જાન્યુઆરી 2019 માં, UAE સરકારે વધુ 13.5 એકર જમીન ફાળવી, આમ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી.
- 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
- મંદિરના સાત સ્પાયર્સ દરેક યુએઈના અમીરાતનું પ્રતીક છે.
- મંદિરના સંકુલમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, થીમેટિક ગાર્ડન્સ, શીખવાની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે.
- આ મંદિરના પાયામાં 100 સેન્સર સ્થાપિત છે અને ભૂકંપની ગતિવિધિ, તાપમાનમાં ફેરફાર વગેરેની તપાસ કરવા માટે અન્ય વિસ્તારોમાં વધુ સેન્સર છે.
- મંદિરના નિર્માણ પાછળ 400 મિલિયન યુનાઇટેડ આરબ અમીરાત દિરહામનો ખર્ચ થવાનો અંદાજ છે.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/ttYfdqGplt
— ANI (@ANI) February 14, 2024
UAEમાં બનેલા હિન્દુ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્ધારા કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. UAEમાં બની રહેલા મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, આ મંદિરની ડિઝાઈન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ મંદિર 108 ફૂટ ઊંચું છે
તેની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.
પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો સમાવેશ
મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે.
મંદિરમાં સાત શિખરો છે
મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે. મંદિરમાં બે ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે. જેને 'સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. તેમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળે છે.