શોધખોળ કરો

Putin And Modi: પુતિનને મળ્યા પીએમ મોદી તો ગિન્નાયા યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, કોને કહ્યાં-ખુની

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયા ગયા ત્યારે યૂક્રેન ગુસ્સે થઈ ગયું. તેમણે આ મુલાકાતને નિરાશાજનક અને ચિંતાજનક ગણાવી હતી. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલિદિમીર ઝેલેન્સ્કીએ પણ આ અંગે આપ્યુ

Ukraine President On Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયા ગયા ત્યારે યૂક્રેન ગુસ્સે થઈ ગયું. તેમણે આ મુલાકાતને નિરાશાજનક અને ચિંતાજનક ગણાવી હતી. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલિદિમીર ઝેલેન્સ્કીએ પણ આ અંગે આપ્યુ, અને પીએમ મોદીની મૉસ્કો મુલાકાતની ટીકા કરી છે, આને શાંતિ પ્રયાસો માટે મોટો ફટકો ગણાવ્યો છે.

ઝેલેન્સ્કીએ આ દરમિયાન કહ્યું કે જ્યારે પીએમ મોદી પુતિનને મળી રહ્યા હતા ત્યારે રશિયન મિસાઈલો યૂક્રેન પર હુમલો કરી રહી હતી. રશિયા કીવમાં બાળકોની હૉસ્પિટલને નિશાન બનાવી રહ્યું હતું. મોદી સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. રશિયન મિસાઇલોએ સોમવારે સવારે યૂક્રેનના શહેરો પર હુમલો કર્યો હતો. ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા અને 170 લોકો ઘાયલ થયા. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું અને તેમની ટીકા કરી. ઝેલેન્સ્કીએ પુતિનને ખૂની પણ કહ્યા હતા.

40 થી વધુ મિસાઇલોથી કર્યો હુમલો - 
ઝેલેન્સ્કીએ X પરની એક પૉસ્ટમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાને મૉસ્કોમાં વિશ્વના સૌથી લોહિયાળ ગુનેગાર અને ખુનીને ગળે મળવું નિરાશાજનક છે. આ શાંતિના પ્રયાસો માટે પણ ફટકો છે. તમને જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચ્યા હતા ત્યારે સમાચાર આવ્યા હતા કે રશિયાએ યૂક્રેનના 5 શહેરો પર 40 થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેના કારણે યૂક્રેનને ઘણું નુકસાન થયું હતું. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. વળી, અગાઉ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ 24 કલાકમાં યૂક્રેન પર 55 હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ભારતે ક્યારેય નથી કર્યુ યુદ્ધનું સમર્થન 
યૂક્રેન યુદ્ધને લઈને ભારતે ક્યારેય હુમલાનું સમર્થન કર્યું નથી, જ્યારે હંમેશા વાતચીત દ્વારા તેને ઉકેલવાની વાત કરી હતી, પરંતુ આ પછી પણ યૂક્રેનના રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. મૉસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમના સત્તાવાર આવાસ પર અનૌપચારિક મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને કહ્યું કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શોધી શકાતો નથી. ભારત હંમેશા પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સહિત યૂએન ચાર્ટરનું સન્માન કરવાના પક્ષમાં રહ્યું છે. કોઈપણ મુદ્દાનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નથી મળી શકતો પરંતુ માત્ર સંવાદ અને મુત્સદ્દીગીરીથી જ શોધી શકાય છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget