શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાની ધરતી પર પહોંચીને PM મોદીએ સૌથી પહેલા મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસમાં માલદીવ પ્રવાસ બાદ આજે શ્રીલંકા પહોંચ્યા છે. અહીં પીએ મોદીએ ઈસ્ટર સન્ડે પર ચર્ચમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોલંબો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસમાં માલદીવ પ્રવાસ બાદ આજે શ્રીલંકા પહોંચ્યા છે. કોલંબો એરપોર્ટ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ . તેના બાદ ઈસ્ટર સન્ડેના દિવેસે જે ચર્ચમાં હુમલો થયો હતો ત્યાં પહોંચ્યા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં તેઓ શ્રીલંકાઈ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે મુલાકાત કરશે.
પીએમ મોદી શ્રીલંકામાં માત્ર થોડાક જ કલાક રોકાશે. મોટી વાતે એ છે કે ઈસ્ટર પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ પીએમ મોદી આ દેશની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા છે. ઉલ્લેખનીય છે કે ઇસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 11 ભારતીય સહિત 258 લોકોના મોત નીપજ્યા હતા.
શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે “મને વિશ્વાસ છે કે શ્રીલંકા ફરી ઉઠશે. આતંકના કાયરતાપૂર્ણ કૃત્ય શ્રીલંકાની ભાવનાને નથી હરાવી શકતી. ભારત શ્રીલંકાના લોકો સાથે એકજૂટતા સાથે ઊભું છે.”Sri Lanka: Prime Minister Narendra Modi arrives in Colombo, received by Sri Lankan Prime Minister Ranil Wickremesinghe pic.twitter.com/OjRRHRnPf1
— ANI (@ANI) June 9, 2019
શ્રીલંકા પ્રવાસને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદીનો આ પ્રવાસ શ્રીલંકા સરકારને એ જણાવવા માટે છે અમે તેમની સમકક્ષ ઊભા છે. મંત્રાલયે કહ્યું કે આતંકવાદ સામે લડવા માટે ભારત સરકાર શ્રીલંકાની પૂરતી મદદ કરશે. વડાપ્રધાન મોદીનો આ ત્રીજો શ્રીલંકા પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015 અને 2017માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. શનિવારે પીએમ મોદી માલદીવની સંસદને સંબોધિ હતી અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આતંકવાદીને ફંડ અને હથિયારો પૂરુ પાડનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે. માલદીવ બાદ શ્રીલંકા પહોંચ્યા PM મોદી, જુઓ વીડિયોI am confident Sri Lanka will rise again.
Cowardly acts of terror cannot defeat the spirit of Sri Lanka. India stands in solidarity with the people of Sri Lanka pic.twitter.com/n8PA8pQnoJ — Narendra Modi (@narendramodi) June 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement