Maldives Election 2024: ભારત-માલદિવ વચ્ચે આવી લકે છે 'મુઈઝુ ગ્રહણ', ચૂંટણીમાં પાર્ટીને મળી લીડ
Maldives Parliamentary Election 2024: માલદીવમાં સંસદીય ચૂંટણી માટે મતદાન થયા બાદ હવે મતોની ગણતરી ચાલી રહી છે. માલદીવ સાથેના સંબંધોમાં ખટાશના કારણે ભારતની સાથે સાથે ચીન પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યું છે.
Maldives Parliamentary Election 2024: માલદીવમાં સંસદીય ચૂંટણી માટે મતદાન થયા બાદ હવે મતોની ગણતરી ચાલી રહી છે. માલદીવ સાથેના સંબંધોમાં ખટાશના કારણે ભારતની સાથે સાથે ચીન પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પ્રમુખ મોહમ્મદ મુઈઝુના નેતૃત્વમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) માલદીવમાં સંસદીય ચૂંટણીમાં જીત તરફ આગળ વધી રહી છે.
મુઈજ્જુની પાર્ટીએ 66 બેઠકો જીતી
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ માલદીવના ચૂંટણી પંચે કહ્યું કે 93 બેઠકોમાંથી 86 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી પ્રમુખ મુઈઝુની પીએનસી પાર્ટીએ 66 બેઠકો જીતી છે. આ આંકડો બહુમતથી વધુ છે, જેના કારણે મુઇઝુની પાર્ટી માલદીવમાં ફરી સરકાર બનાવી શકે છે.
વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP), જેણે ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી હારતા પહેલા ઇન્ડિયા ફર્સ્ટની નીતિ અપનાવી હતી, તે માત્ર 15 બેઠકો પર આગળ હતી. જો રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની પાર્ટી સરકાર બનાવે છે તો હિંદ મહાસાગર સાથે ભારતના સંબંધો પર અસર પડી શકે છે.
2 લાખ 84 હજાર લોકોએ મતદાન કર્યું હતું
આ સિવાય માલદીવ ડેવલપમેન્ટ એલાયન્સ, જમ્હૂરી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ સાત સીટો પર આગળ ચાલી રહ્યા છે, જે દર્શાવે છે કે PNC આરામથી સંસદમાં બહુમતીનો આંકડો પાર કરશે. માલદીવમાં સરકાર પસંદ કરવા માટે કુલ 2 લાખ 84 હજાર લોકોએ 93 સંસદીય બેઠકો પર મતદાન કર્યું હતું.
મુઈઝુની સરકાર ઝડપથી પોતાનું વચન પૂરું કરી શકે
ચૂંટણી પ્રચાર દરમિયાન, પીએનસીએ મતદારોને બહુમતી કરતાં વધુ બેઠકો જીતવા માટે અપીલ કરી હતી, જેથી મુઈઝુની સરકાર ઝડપથી પોતાનું વચન પૂરું કરી શકે. PNCના ચૂંટણી વચનમાં માલદીવમાં બે હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટ ચલાવવા માટે તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત મોકલવાનો પણ સમાવેશ થાય છે.
ભારત-માલદીવ સંબંધો
ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ મુઈઝુએ માલદીવના ભારત સાથેના સંબંધોમાં તિરાડ પાડી હતી. માલદીવે ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય સંભાળ માટે ભારત પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેમાં ખાદ્ય ચીજો અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની સપ્લાય માટે તુર્કી અને અન્ય દેશો સાથે કરાર પર હસ્તાક્ષર કરવાનો સમાવેશ થાય છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial