'મને જેલમાં નાખો પણ મને મારી પત્ની સાથે ન રાખો', કંટાળેલા પતિએ પોલીસને કરી વિનંતી
આ વ્યક્તિ તેની પત્નીની અજીબોગરીબ માંગથી હેરાન થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ કહ્યું કે તેની પત્નીએ તેને શારીરિક સંબંધ માટે દબાણ કર્યું, જે હવે શક્ય નથી.
રોમ: મોટાભાગના પુરૂષો ભલે ઘરની બહાર ગમે તેટલા અસંસ્કારી હોય, તેમની બહાદુરી બતાવે પરંતુ ઘરમાં કશું ચાલતું હોતું નથી. કેટલા પુરુષો તેમની પત્નીથી ડરતા હોય છે. આપણે એવા અનેક કિસ્સાઓ પણ જાણીએ છીએ જેમાં પત્ની તેના પતિને હેરાન કરતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીના ડરથી એક પતિ ઘર છોડીને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પતિએ પોલીસ સ્ટેશન જઈને કહ્યું કે, મને જેલમાં નાખી દો પણ મારી પત્ની સાથે મને ન રાખશો.
આ કિસ્સો ઇટાલીનો છે. રોમમાં રહેતા એક 30 વર્ષીય પુરુષને ડ્રગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને નજરકેદ રાખવામાં આવ્યો હતો જેના કારણે તેની પત્ની હંમેશા તેની સાથે હતી. તેની પત્ની સાથે રહેવું તેના માટે ખૂબ મુશ્કેલ હતું. વાસ્તવમાં નજરકેદ તેને સૌથી મોટી સજા લાગતી હતી. પરિણામે તે માણસ નજરકેદમાંથી ભાગી ગયો અને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો. તેણે પોતાની બાકીની સજા જેલમાં કાઢવાની વાત કહી.
ગુઇડોનિયા મોન્ટેસેલિયોમાં રહેતા 30 વર્ષીય અલ્બેનિયન વ્યક્તિએ કહ્યું કે ઘરમાં તેની પત્ની સાથેનું જીવન અસહ્ય હતું. એએફપીના અહેવાલમાં નજીકના ટિવોલીની કારાબિનેરી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે "હવેથી તેની પત્ની સાથે બળજબરીપૂર્વકના સહવાસનો સામનો કરી શકે તેમ નથી. "
આ વ્યક્તિ તેની પત્નીની અજીબોગરીબ માંગથી હેરાન થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ કહ્યું કે તેની પત્નીએ તેને શારીરિક સંબંધ માટે દબાણ કર્યું, જે હવે શક્ય નથી. તે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરી શકતો નથી અને પછી તેને અલગ અલગ રીતે હેરાન કરવામાં આવે છે. તેથી તે ઘરે રહેવાને બદલે જેલમાં જ રહેવા માંગે છે.
અહેવાલો અનુસાર, રોમ પોલીસે કહ્યું કે તે વ્યક્તિ તેમની પાસે ગયો અને તેમને બાકીની સજા જેલમાં પૂરા કરવા માટે પુછવા લાગ્યો. વ્યક્તિ તેની પત્ની સાથે એક જ ઘરમાં રહી શકતો નથી. જેલમાં રહેવા કરતાં તેની પત્ની સાથે રહેવું વધુ જોખમી છે, તેથી તેમાંથી છૂટકારો મેળવવા માટે તેણે જેલમાં રહેવાની પોલીસ સમક્ષ માગ કરી.
ફેરાન્ટેએ કહ્યું, "તે તેની પત્ની અને પરિવાર સાથે ઘરે રહેતો હતો. પણ તેને એકબીજા સાથે બનતું ન હતું. તેણે કહ્યું, 'સાંભળો, મારું ઘરેલું જીવન નરક બની ગયું છે, હું હવે સહન કરી શકું એમ નથી, મારે જેલમાં જવું છે'.
બાદમાં નજરકેદના આદેશના ઉલ્લંઘન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ન્યાયિક અધિકારીઓએ તેને જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.