Russia Ukraine War: ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા ખારકીવમાં 6 કલાક સુધી યુદ્ધ રોકવા તૈયાર, જાણો શું થયો કરાર
બુધવારે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.
Russia Ukraine Conflict: ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેન સેના દ્વારા માનવ ઢાલ બનાવવાના રશિયાના આરોપોની વચ્ચે ભારતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખારકીવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયુ છે. આ ગેમ ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત ખારકીવમાંથી કાઢીને યૂક્રેનની આસપાસના દેશોની બોર્ડર સુધી પહોંચાડવા માટે લેવામાં આવી છે.
કાલે રાત્રે પીએમ મોદીએ કરી હતી પુતિન સાથે વાત-
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવાના મુદ્દાને ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિે પીએમને બતાવ્યુ હતુ કે રશિયા દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે. ખારકીવમાં યૂક્રેની સેના ભારતીય વિદ્યાર્થીઓને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે.
પુતિને અપાવ્યો હતો વિશ્વાસ-
વ્લાદિમીર પુતિને પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓને વૉર ઝૉનમાંથી સુરક્ષિત કાઢીને તેમને ભારત મોકલવા માટે તમામ જરૂરી નિર્દેશ આપવામાં આવી દેવાયા છે. રશિયન સેના આ દિશમાં દરેક સંભવ કોશિશ કરશે. તેમને ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક રેક્યૂ માટે રશિયન સેના દ્વારા ખારકીવમાંથી રશિયા સુધી સુરક્ષિત કૉરિડૉર બનાવવાની વાત કરી હતી. તેના આગામી દિવસે જ રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થઇ ગયુ છે.
ખારકીવમાં હજુ પણ ફસાયેલા છે કેટલાય વિદ્યાર્થીઓ -
ઉલ્લેખનીય છે કે, યૂક્રેનના શહેર ખારકીવમાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની સૂચના છે. બતાવવામા આવ્યુ છે કે ભારતીયોને ત્યાથી નીકળવા નથી દેવામા આવી રહ્યાં.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે