શોધખોળ કરો
ઉરી હુમલા બાદ પાકિસ્તાનને ઝટકો, રશિયાએ રદ કરી સંયુક્ત લશ્કરી કવાયત

નવી દિલ્લી: કશ્મીરના ઉરીમાં આતંકવાદી હુમલા બાદ રશિયાએ પાકિસ્તાન સાથેની જોઈન્ટ મિલિટરી એક્સેરસાઈઝ રદ કરી છે. રશિયાનો આ નિર્ણય ભારત માટે ડિપ્લોમેટિક ફાયદો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે પાકિસ્તાનને એકલું પાડી દેવાનો નિર્ણય લઈ લીધો છે. ભારત સરકારને આતંકવાદ સામે લડવાના પ્રયત્નોમાં રશિયા પોતાનું સમર્થન ચાલુ રાખશે. રશિયાએ ઉરી હુમલામાં શહીદ થનાર જવાનોના પરિવારને સાંત્વના આપી છે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી આશા વ્યક્ત કરી છે. જમ્મુ-કશ્મીરના ઉરીમાં ચાર આતંકવાદીઓ દ્વારા સેનાને કેમ્પ પર હુમલાના એક દિવસ બાદ રશિયાએ આ નિર્ણય લીધો છે. આ હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને પાકિસ્તાન વચ્ચે ‘Druzhba-2016’ નામની એક ટેક્ટિકલ એક્સરસાઈઝ કરવાના હતા. જે 24 ઓક્ટોબર 2016ના રોજ રાત્તુના ચેરાટમાં થવાની હતી. ઈસ્લામાબાદ તરફથી આ અંગે લીલી ઝંડી મળતા ભારતની એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રીએ રશિયાને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે મોસ્કોએ પડોશી દેશ પાકિસ્તાન સાથે જોઈંટ મિલિટ્રી ડ્રીલ કરતા પહેલા નવી દિલ્લીની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખવી જોઈએ.
વધુ વાંચો





















