શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલો: ફ્રાન્સ સહિત સાર્ક દેશોએ આતંકી હુમલાની કરી આકરી નિંદા, આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત સાથે
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે 3.37 વાગ્યે થયેલા મોટા આતંકી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 44 જવાન શહીદ થઈ ગયા છે. જેને લઇને ફ્રાન્સ અને રશિયા સહિત સાર્કના અનેક દેશોએ આતંકી હુમલાની આકરી નિંદા કરી છે. ફ્રાન્સ સહિત અન્ય દેશોએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત સાથે હોવાની વાત કરી છે.
ફ્રાન્સના વિદેશ મંત્રીના નિવેદનમાં કહ્યું કે, “ભારત પર થયેલા હુમલાની અમે આકરા શબ્દોમાં નિંદા કરીએ છે. શહીદ સૈનિકોના પરિવારો પ્રતિ અમારી સહાનુભૂતિ છે. અમે આ મુશ્કિલ સમયે ભારતના લોકો અને સરકાર સાથે છે. આતંકવાદ વિરુદ્ધ આ લડાઈમાં અમે ભારત સાથે હંમેશા સાથે છે.”
➛ https://t.co/EBnbrb7Z5k pic.twitter.com/8qYwKJ96q2 — France Diplomatie???????? (@francediplo) February 14, 2019
રશિયાએ પણ આ હુમલાની નિંદા કરી. રશિયા દૂતાવાસ દ્વારા જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, “અમે કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની આકરી નિંદા કરીએ છે, જેના કારણે 40 થી વધુ CRPFના જવાનોએ બહુમૂલ્ય જીવન ગુમાવવું પડ્યું અને અનેક લોકો ઘાયલ થયા.” રશિયાએ પણ આ મુશ્કેલ સમયમાં ભારત સાથે હોવાની વાત કરી.
માલદીવ ગણરાજ્યના વિદેશ મંત્રીએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં શહીદ જવાનોના પરિવારો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. અમે ભારત સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખીશું. ”
ભૂટાનના વિદેશમંત્રીએ કહ્યું, “કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિશે જાણીને દુખ થયું, આ હુમલાના કારણે જવાનોએ બહૂમૂલ્ય જીવન ગુમાવ્યું, અમે આ હુમલાની નિંદા કરીએ છે અને પીડિતો અને ભારતના લાકો અને સરકાર સાથે પોતાની એકજૂટતા વ્યક્ત કરીએ છે.”Minister of Foreign Affairs condemns terrorist attack in Pulwama, India.
Press Releasehttps://t.co/P0OB30wGWP@MEAIndia — MFA Maldives (@MDVForeign) February 14, 2019
શ્રીલંકાના પ્રધાનમંત્રીએ પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, “હું કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં ક્રૂર આતંકવાદી હુમલાની આકરી નિંદા કરું છું. 1989 બાદ જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીની આ સૌથી મોટો ભયાનક આતંકી હુમલો છે. હું શહીદ જવાનોના પરિવારો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો. ”Shocked and saddened to hear of the dastardly terrorist attack in Kashmir, which has resulted in the loss of 30 precious human lives. We strongly condemn this heinous attack and express our solidarity with the families of the victims, and the people and Government of India.
— ForeignMinisterBhutan (@FMBhutan) February 14, 2019
I strongly condemn the brutal terrorist attack in Kashmir's Pulwama district — the worst ever terror attack in Jammu and Kashmir since 1989. I express my condolences to @narendramodi and the families of police officers who lost their lives.
— Ranil Wickremesinghe (@RW_UNP) February 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion