Russia Ukraine War: યુક્રેનમાંથી કેટલા લોકો પોલેન્ડ પહોંચ્યા ? જાણો વિગત
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેન અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેન અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વધુને વધુ લોકો તેમના પરિવાર અને નજીકના લોકોનો જીવ બચાવીને ભાગવા માંગે છે. યુક્રેનના લોકો હાલ પોલેન્ડ પલાયન થઈ રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, પોલેન્ડના ડેપ્યુટી ઈન્ટિરિયર મિનિસ્ટર પાવેલ સઝેમેકરે કહ્યું કે, રશિયાએ ચાલુ સપ્તાહે યુક્રેન પર કાર્યવાહી કરવાનું શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો પ્રેઝિમ્સલ બોર્ડર ચેકપોઇન્ટ ક્રોસ કરીને પોલેન્ડ આવ્યા છે.
#UPDATE Polish Deputy Interior Minister Pawel Szefernaker says 100,000 people have crossed the border into Poland from Ukraine since Russia's invasion this week
📸 Ukrainians arrive at the Przemysl border checkpoint with Poland pic.twitter.com/TqCKshrZBO— AFP News Agency (@AFP) February 26, 2022
યુક્રેનમાં ભારતીયો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.
ક્રેન અને રશિયાના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઇ આવવા રવાના થઇ ગઇ છે.
આ ફ્લાઈટ શનિવારે સવારે જ મુંબઈથી બુકારેસ્ટ શહેર પહોંચી હતી. આમાં 470 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. બીજી એક ફ્લાઇટ દિલ્હીથી હંગેરી માટે રવાના થઇ ચૂકી છે.