Russia Ukraine War: રશિયાના રોકેટ હુમલામાં યુક્રેનના ઓડેસા શહેરનો રનવે થયો તબાહ, જાણો વિગત
Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધનો આજે 67મો દિવસ છે.
Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધનો આજે 67મો દિવસ છે. રશિયન રોકેટ હુમલાએ યુક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર, ઓડેસામાં એરપોર્ટ રનવે અને એક મહત્વપૂર્ણ બ્લેક સી બંદરને નુકસાન પહોંચાડ્યું હતું. યુક્રેનની સેનાએ શનિવારે આ માહિતી આપી હતી. ટેલિગ્રામ પર એક પોસ્ટમાં, યુક્રેનના 'ઓપરેશનલ કમાન્ડ સાઉથ'એ કહ્યું કે રોકેટ હુમલા બાદ ઓડેસા રનવે બિનઉપયોગી બની ગયો છે.
યુક્રેનની ન્યૂઝ કમિટી UNIAN એ સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે સ્થાનિક પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા કહ્યું છે. ઓડેસામાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે. ઓડેસાના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું હતું કે રોકેટ રશિયાના કબજા હેઠળના ક્રિમિયામાંથી છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
#BREAKING Missile hits Odessa airport and damages runway, governor says pic.twitter.com/nY8WOS5HQc
— AFP News Agency (@AFP) April 30, 2022
મોસ્કોએ યુક્રેનમાંથી 10 લાખ લોકોને બહાર કાઢ્યા - રશિયન વિદેશ મંત્રી
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે મોસ્કોએ યુક્રેનમાંથી 10 લાખથી વધુ લોકોને યુદ્ધની શરૂઆતથી બહાર કાઢ્યા છે. લાવરોવે ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ સાથેની મુલાકાતમાં આ વાત કહી. લવરોવની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુક્રેને મોસ્કો પર યુક્રેનિયનોને બળજબરીથી દેશની બહાર મોકલવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો.........
Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા