Russia Ukraine War: યુક્રેન સાથે યુદ્ધને લઈ રશિયાએ લીધો મોટો ફેંસલો, સૈનિકોને આપ્યો આ આદેશ
Russia Ukraine War: યુક્રેનના અધિકારીઓએ રશિયાના પગલાની પુષ્ટિ કરી નથી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયનો યુક્રેનિયન સૈન્યને ફસાવવા માટે ખેરસનથી પીછેહઠ કરવાનો ઢોંગ કરી રહ્યા છે.
Russia Ukraine Conflict: રશિયા યુક્રેન વચ્ચે 9 મહિનાથી યુદ્ધ શરૂ છે. જોકે તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ખેરસન વિસ્તારમાં નીપર નદીના પશ્ચિમ કિનારેથી પોતાના દળોને પાછા ખેંચવાની જાહેરાત કરી છે. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુએ દેશના સૈનિકોને આ અંગે આદેશ આપ્યો હતો. રશિયાએ ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી આ ઘોષણા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંની એક છે.
યુક્રેનના અધિકારીઓએ રશિયાના પગલાની પુષ્ટિ કરી નથી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તાજેતરના દિવસોમાં કહ્યું હતું કે રશિયનો યુક્રેનિયન સૈન્યને ગૂંચવણભરી યુદ્ધમાં ફસાવવા માટે ખેરસનથી પીછેહઠ કરવાનો ઢોંગ કરી રહ્યા છે. રશિયાના રક્ષા મંત્રીએ કહ્યું કે, અમે અમારા સૈનિકોના જીવન અને અમારા એકમોની લડાયક ક્ષમતાને બચાવીશું. તેમને પશ્ચિમ કિનારે રાખવું અર્થહીન છે. તેમાંના કેટલાક અન્ય મોરચે ઉપયોગ કરી શકાય છે.
Russia to withdraw troops from key Ukrainian city Kherson
— ANI Digital (@ani_digital) November 10, 2022
Read @ANI Story | https://t.co/sDpdKRi5YU#RussianUkrainianWar #Kherson pic.twitter.com/rjYBxhpoof
શું યુદ્ધ સમાપ્ત થશે?
એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે શિયાળાની શરૂઆત પહેલા રશિયા યુદ્ધના અંતની જાહેરાત કરશે. યુક્રેન પર પણ યુદ્ધનો અંત લાવવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકા અને તમામ યુરોપીયન દેશોની મદદ છતાં યુક્રેન આ યુદ્ધમાં વધુ હાંસલ કરી શક્યું નથી.
#BREAKING Ukraine presidential advisor says Kyiv sees 'no signs' of Russian pull-out from Kherson city 'without a fight' pic.twitter.com/64jzLBl8Gl
— AFP News Agency (@AFP) November 9, 2022
સાથે જ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાના તમામ નિર્ણયો નકામા સાબિત થયા છે. આવી સ્થિતિમાં, શિયાળા દરમિયાન આ યુદ્ધ યુરોપની મુશ્કેલીમાં પણ વધારો કરશે, કારણ કે રશિયન ગેસ વિના ઘરોને ગરમ રાખવા મુશ્કેલ બનશે. તે જ સમયે, રશિયન અને યુક્રેનિયન સૈનિકો માટે, ઠંડી યુદ્ધ કરતાં વધુ ઘાતક સાબિત થશે.
VIDEO: 'No time to rest'.
— AFP News Agency (@AFP) November 10, 2022
In the east, an artillery commander in the Ukrainian army's 93rd Brigade barks out the order to fire. The unit's task is simple: to relentlessly batter the Russian army's positions near Bakhmut pic.twitter.com/v25kgYyrYE