War: યૂક્રેન પર મિસાઇલોનો મારો ચલાવનારા રશિયન કમાન્ડરની ધોળે દહાડે ગોળી મારીને હત્યા, વાંચો ચોંકાવનારી ઘટના....
મૃતક સૈન્ય કમાન્ડરની ઓળખ 42 વર્ષીય સ્ટેનિસ્લાવ રેઝિત્સ્કી તરીકે થઈ છે. રઝિત્સ્કીએ બ્લેક સીમાં રશિયન પરમાણુ સબમરીન (ક્રાસ્નૉડાર) કમાન્ડ કરી હતી. જેના દ્વારા યૂક્રેન પર સેંકડો મિસાઇલોનો મારો કરવામાં આવ્યો હતો
![War: યૂક્રેન પર મિસાઇલોનો મારો ચલાવનારા રશિયન કમાન્ડરની ધોળે દહાડે ગોળી મારીને હત્યા, વાંચો ચોંકાવનારી ઘટના.... Russia Ukraine War: russian commander stanislav razitsky shot dead in broad daylight ukraine War: યૂક્રેન પર મિસાઇલોનો મારો ચલાવનારા રશિયન કમાન્ડરની ધોળે દહાડે ગોળી મારીને હત્યા, વાંચો ચોંકાવનારી ઘટના....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/12/688ff9cb247fbb7845b842491f08a3a11689141454738653_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine War: 15 મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યૂક્રેનને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. યૂક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર રશિયન સૈન્ય કમાન્ડરની હત્યા કરવામાં આવી છે. જૉગિંગ કરતી વખતે તેને ગોળી મારી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મૃતક સૈન્ય કમાન્ડર યૂક્રેનના બ્લેક લિસ્ટમાં સામેલ હતો. ખરેખરમાં, આ સૈન્ય કમાન્ડરે યૂક્રેન પર મિસાઈલોનો જોરદાર બૉમ્બમારો ચલાવ્યો હતો, જેના કારણે યૂક્રેન ધણધણી ઉઠ્યુ હતુ.
મૃતક સૈન્ય કમાન્ડરની ઓળખ 42 વર્ષીય સ્ટેનિસ્લાવ રેઝિત્સ્કી તરીકે થઈ છે. રઝિત્સ્કીએ બ્લેક સીમાં રશિયન પરમાણુ સબમરીન (ક્રાસ્નૉડાર) કમાન્ડ કરી હતી. જેના દ્વારા યૂક્રેન પર સેંકડો મિસાઇલોનો મારો કરવામાં આવ્યો હતો. જેના કારણે યૂક્રેનને ભારે નુકસાન વેઠવું પડ્યુ હતુ, મીડિયા અહેવાલો અનુસાર, કમાન્ડરને દક્ષિણી શહેર ક્રાસ્નૉદરમાં જૉગિંગ કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, એક સ્પૉર્ટ્સ સેન્ટરની નજીક તેમને પીઠ અને છાતીના ભાગમાં ધડાધડ ગોળી મારવામાં આવી હતી. જેના કારણે તેમનું મોત થયું ગયુ હતું. ગોળી કોણે મારી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ રશિયન એજન્સીઓ આ અંગે તપાસમાં લાગેલી છે.
સેરહી ડેનિસેન્કો પર શક -
રશિયન તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે શંકાસ્પદોમાંથી એકની ઓળખ સેરહી ડેનિસેન્કો તરીકે થઈ છે, જેનો જન્મ યૂક્રેનિયન શહેર સુમીમાં 1959માં થયો હતો. જેની ધરપકડ કરવામાં આવી છે. અનેકવાર રશિયન ન્યૂઝ ચેનલોએ દાવો કર્યો છે કે ડેનિસેન્કો યૂક્રેનિયન કરાટે ફેડરેશનના ભૂતપૂર્વ ચીફ હતો. જોકે યૂક્રેને હજુ સુધી આ મામલે કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા સામે આવી નથી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ રશિયાની અંદર કેટલાય યુદ્ધ સમર્થકો અને સૈન્ય અધિકારીઓની હત્યા કરવામાં આવી છે.
હુમલાખોરોએ સુમસામ જગ્યાનો ઉઠાવ્યો ફાયદો -
બીબીસીના અહેવાલ મુજબ યૂક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે પાર્ક નિર્જન થઈ ગયો હતો, તેથી અત્યાર સુધી કોઈ સાક્ષી મળ્યા નથી, પરંતુ શંકાના આધારે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેનિસ્લાવ રેઝિતસ્કીને લઈને યૂક્રેન છેલ્લા કેટલાય મહિનાઓથી ઉશ્કેરાયેલું હતું. આ જ કારણ છે કે તેનું નામ યૂક્રેનિયન વેબસાઇટ માયરૉટવૉરેટ્સ (પીસમેકર) પર ચિહ્નિત કરવામાં આવ્યું હતું. ખરેખરમાં, યૂક્રેનના દુશ્મન માનવામાં આવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં મૃત કમાન્ડરનું નામ હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)