Russia Ukraine War: યુક્રેનની મહિલા સાંસદે ઉઠાવી બંદૂક, કહી આ મોટી વાત
Russia Ukraine War: યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલા સાંસદે પણ હાથમાં હથિયાર ધારણ કર્યા છે. જેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
Russia Ukraine War:રશિયા-યુક્રેનને આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. જ્યારે કેટલીક તસવીરો એવી પણ છે જે લોકોનો ઉત્સાહ વધારી રહી છે. યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલા સાંસદે પણ હાથમાં હથિયાર ધારણ કર્યા છે. જેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
શું નામ છે આ મહિલા સાંસદનું
મહિલા સાસંદનું નામ કિરા રુડિક છે. તેણે બંદૂક ઉપાડતો ફોટો ટ્વીટ કરીને કહ્યું, હું બંદૂલ ચલાવવાની શીખી છું. હવે હથિયાર ઉઠાવવા જરૂરી થઈ ગયા છે, તે કોઈ સપના જેવું લાગે છે. થોડા દિવસ પહેલા મેં આ અંગે વિચાર્યું પણ નહોતું પરંતુ હવે યુક્રેનની મહિલાઓ પુરુષોની જેમ પોતાની મા-ભોમની રક્ષા કરી શકશે.
ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થયા બાદ શું કહ્યું સાંસદે
ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થયા બાદ કિરાએ કહ્યું, અમારી અને રશિયાની સેનાના હથિયાર ઉઠાવવામાં અંતર છે. અમે તેની જેમ કોઈ બીજાની જમીન પર કબજો કરવા માટે બંદૂક નથી ઉઠાવી, પરંતુ અમારા વતનની સુરક્ષા માટે લડી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ
Russia Ukraine War: યુક્રેનમાંથી કેટલા લોકો પોલેન્ડ પહોંચ્યા ? જાણો વિગત
Cockroach ના આતંકથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય, ઉભી પૂંછડીએ ભાગશે વંદા
ગાયકવાડ ઘાયલ થતાં તેના સ્થાને કયા ઘાતક ખેલાડીનો ટીમમાં કરાયો સમાવેશ ? જાણો વિગત
IND vs SL: શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાંથી બહાર થયો ભારતનો આ ખેલાડી, જાણો બીસીસીઆઈએ શું કરી જાહેરાત
નારંગીની છાલથી બનશે રસોઈ, આઈઆઈટી મંડીનું રિસર્ચ
Car Tips: જાણો કાર માટે કેમ જરૂરી છે રેડિયેટર ફ્લશ, શું છે તેના ફાયદા