શોધખોળ કરો
Advertisement
ભારતને મળશે કોરોનાની રસી, જાણો ક્યા દેશે ભારત સાથે કર્યો ડેટા શેર
રિપોર્ટ છે કે, રશિયાની મોસ્કો સ્થિત ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓએ કોરોના વેક્સિન SPUTNIK Vના ટેસ્ટિંગના ડેટા ભારત સાથે શેર કર્યા છે. આ વેક્સિનનો ટ્રાયલ 76 લોકો પર કરવામાં આવ્યા અને તેમાં ઈમ્યુન રિસ્પોન્સને ટ્રિગર કર્યો છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, કેટલાક દેશો વેક્સિનનુ ટ્રાયલ કરી રહ્યાં, આમાં ચીન અન રશિયા વેક્સિનના ટ્રાયલના ફેઝ -3માં છે. હવે રિપોર્ટ છે કે રશિયાની વેક્સિન ગામાલેયાના ટ્રાયલના ડેટા ભારત સાથે શેર કર્યા છે. એટલે બની શકે કે ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની વેક્સિનની જેમ ગામાલેયા વેક્સિનના ટ્રાયલ પણ ભારતમાં થાય. જો આમ બનશે તો ભારતને આ રશિયન વેક્સિન ઝડપથી મળી જશે.
રિપોર્ટ છે કે, રશિયાની મોસ્કો સ્થિત ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓએ કોરોના વેક્સિન SPUTNIK Vના ટેસ્ટિંગના ડેટા ભારત સાથે શેર કર્યા છે. આ વેક્સિનનો ટ્રાયલ 76 લોકો પર કરવામાં આવ્યા અને તેમાં ઈમ્યુન રિસ્પોન્સને ટ્રિગર કર્યો છે.
કોરોના એક્સપર્ટના ભારતીય અધિકારીઓ ગામાલેયાથી મળેલા પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે. હવે ટુંક સમયમાં રેગ્યુલેટર પાસેથી મંજૂરી લઈને ભારતમાં ફેઝ-3 ટ્રાયલ્સ થઇ શકે છે. રશિયાની SPUTNIK Vની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, આ વેક્સિન અગે કહ્યું કે રશિયાની યોજના સાઉદી અરબ, યુએઈ, બ્રાઝિલ અને ફિલિપિન્સમાં આ વેક્સીનના ફેઝ-3 ટ્રાયલમાં છે, અને ભારત સહિત 20 દેશોએ વેક્સિન માટે રુચિ દર્શાવી છે. મનાઇ રહ્યું છે કે અઠવાડિયામાં જ રશિયાના લોકોને વેક્સિનનો ડૉઝ મળવા લાગશે.
કોરોના પર હાલ દુનિયાભરમાં 175થી વધારે વેક્સિન ડેવલપ થઇ રહી છે, જેમાં 8 વેક્સિન એવી છે જે ફેઝ-3 ટ્રાયલ્સમાં છે. ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ સૌથી આગળ છે. તેના ટ્રાયલ્સ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement