શોધખોળ કરો
Advertisement
Coronavirus: વૈજ્ઞાનિકોના રિસર્ચમાં મોટો ખુલાસો- કોરોના વાયરસનું નવું સ્વરૂપ આટલા ટકા છે ચેપી, જાણો
નિષ્ણાંતોને ડર છે કે, નવા સ્ટેનના કારણે કોવિડ-19 સંબંધિત બીમારી અને મોત 2021માં 2020ની સરખામણીએ વધારે થઈ શકે છે.
Coronavirus: કોરોના વાયરસે દુનિયાભરમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે હવે કોરોનાના નવા સ્વરૂપે ના માત્રે ઈંગ્લેન્ડમાં દહેશત પેદા કરી દીધી છે, પરંતુ સમગ્ર દુનિયામાં ભય પેદા થયો છે. વૈજ્ઞાનિકો નવા વાયરસના મૂળ વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અત્યાર સુધી જાણી શક્યા નથી. નિષ્ણાંતો અનુસાર, મોટા સમાચાર એ છે કે, નવા વાયરસનો ચેપ 56 ટકા વધુ છે. રિપોર્ટ અનુસાર વાયરસનો નવો સ્ટ્રેને ઝડપી ફેલાનાર અને વધુ ચેપી છે.
લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના રિસર્ચરોએ કહ્યું કે, “કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાં વધારે મોતનું કારણ બની શકે છે અને લૉકડાઉનથી સંક્રમણ પર કાબુ મેળવવામાં ત્યારે મદદ મળશે જ્યારે સ્કૂલ અને યુનિવર્સિટી બંધ કરવામાં આવશે. ” સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
નિષ્ણાંતોને ડર છે કે, નવા સ્ટેનના કારણે કોવિડ-19 સંબંધિત બીમારી અને મોત 2021માં 2020ની સરખામણીએ વધારે થઈ શકે છે. સાથે નિષ્ણાંતોએ એ પણ જણાવ્યું કે, લોકડાઉનનના નિયમોમાં ઢીલાશ વાયરસના સંક્રમણ વધવાના સંકેત હશે. એટલે કે હવે બીમારીઓનો બોજ ઓછો કરવા માટે વેક્સીનને જલ્દી લાવવું જરૂરી રહેશે.
કોરોના વાયરસના નવા સ્ટે્નનું નામ 'VUI 202012/01' છે. તેમાં સ્પાઈક પ્રોટીનમાં જેનેટિક મ્યૂટેશન સામલે છે, જેમાં સરળતાથી અને ઝડપી વાયરસ ફેલાઈ શકે છે અને તેના કારણે તે વધારે જોખમી હોય છે. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન 17 વખત બદલાઈ ચૂક્યો છે. જે વાયરસના આકારને પ્રભાવિત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement