શોધખોળ કરો

Sri Lanka : ભારત પર ઓવારી ગયું શ્રીલંકા, ગણાવ્યું દુનિયાનું શ્રેષ્ઠ મિત્ર

અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારતે અમને નાણાકીય કટોકટી દરમિયાન બચાવ્યા, નહીં તો આપણે બધાએ વધુ એક રક્તપાતનો સામનો કરવો પડ્યો હોત.

Sri Lanka Thanks India : છેલ્લા એક વર્ષથી શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ભારે તોફાનો અને લોહિયાળ દેખાવો થયા હતાં. આ સ્થિતિમાં ભારતે સામે ચાલીને આગળ આવી શ્રીલંકાને મદદ કરી હતી. બીજી તરફ આ મામલે ભારતનો આભાર વ્યક્ત કરતા શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારતે શ્રીલંકાને જે પ્રકારની મદદ કરી છે તે પ્રકારની મદદ બીજા કોઈ જ દેશે કરી નથી. 

ગયા વર્ષે શ્રીલંકાને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ભારતે તેની પાડોશી પહેલાની નીતિ હેઠળ કોલંબોને લગભગ ચાર અબજ ડોલરની સહાય અલગ-અલગ માધ્યમથી આપી હતી. અહીં ઈન્ડિયન ટ્રાવેલ કોંગ્રેસના પ્રતિનિધિઓ માટેના ભવ્ય રાત્રિભોજનમાં પોતાના સંબોધનમાં અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારતે અમને નાણાકીય કટોકટી દરમિયાન બચાવ્યા, નહીં તો આપણે બધાએ વધુ એક રક્તપાતનો સામનો કરવો પડ્યો હોત.

ભારતનો માન્યો આભાર 

મહિન્દા યાપા અભયવર્ધને આર્થિક તંગીનો સામનો કરી રહેલા શ્રીલંકાને આપવામાં આવેલી મદદ બદલ ભારતનો આભાર માન્યો હતો. બંને દેશો અને તેમની સંસ્કૃતિ વચ્ચેના સંબંધો અને સમાનતાઓને યાદ કરી હતી. અભયવર્દનેએ કહ્યું હતું કે, શ્રીલંકા અને ભારત સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને રાજકીય રીતે ખૂબ નજીકથી જોડાયેલા દેશો છે. ભારત શ્રીલંકાનો ખૂબ જ નજીકનો સાથી અને વિશ્વાસુ મિત્ર રહ્યો છે. જ્યારે પણ અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતે હંમેશા અમારી મદદ કરી છે.

તેમણે કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, ભારત આપણા દેવાના પુનર્ગઠનને 12 વર્ષ સુધી લંબાવવા માટે તૈયાર છે. આવી અપેક્ષા ક્યારેય ન હતી અને ન તો ઇતિહાસમાં કોઈ દેશે આવી સહાય આપી છે.

ભારતના રાજદૂત નજીકના મિત્ર

અભયવર્ધનેએ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, શ્રીલંકાના પ્રવાસન અને જમીન મંત્રી હરિન ફર્નાન્ડો અને શ્રીલંકાની સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારતની પ્રશંસા કરી હતી. બાગલેનો ઉલ્લેખ કરતાં શ્રીલંકાની સંસદના સ્પીકરે કહ્યું હતું કે, અહીંના તમારા (ભારતીય) રાજદૂત અમારા ખૂબ નજીકના મિત્ર છે. અમે તેમને પ્રેમ અને આદર આપીએ છીએ.

પીટીઆઈ સાથેની વાતચીતમાં અભયવર્ધનેએ કહ્યું હતું કે, ભારત હંમેશા સંકટના સમયે શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યું છે. તેમણે ગયા વર્ષે જ્યારે ટાપુ રાષ્ટ્ર આર્થિક સંકટમાં હતું ત્યારે નવી દિલ્હીને આપવામાં આવેલી નાણાકીય સહાય પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આનાથી અમને કટોકટી વચ્ચે 6 મહિના સુધી ટકી રહેવામાં મદદ મળી હતી.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશોBhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલાAhmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલGujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?
મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?
Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં....
Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં....
સારા સમાચાર! આ રસીથી હાર્ટ એટેક અને મૃત્યુનું જોખમ ઘટશે, અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
સારા સમાચાર! આ રસીથી હાર્ટ એટેક અને મૃત્યુનું જોખમ ઘટશે, અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
Embed widget