શોધખોળ કરો
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત, એક જ દિવસમાં 150 લોકોના મોત
આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 એપ્રિલ એટલે કે ઇસ્ટર સુધી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
![અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત, એક જ દિવસમાં 150 લોકોના મોત The number of coronavirus cases in the United States jumped by nearly 10,000 અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત, એક જ દિવસમાં 150 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/25172203/4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસના એક જ દિવસમાં 10 હજાર કેસ નોંધાયા હતા જ્યારે 150 અમેરિકનોના મોત થયા છે. આ સાથે દેશભરમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 772 પર પહોંચી ચૂકી છે. જ્યારે 54323 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 એપ્રિલ એટલે કે ઇસ્ટર સુધી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
લાખો અમેરિકનો લોકડાઉન થવા છતાં, અનેક રાજ્યોમાં નેશનલ ગાર્ડ અને સૈન્યની તૈનાતી છતાં ન્યૂયોર્કમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા છે અને મંગળવારે ઓછામાં ઓછા 5000 નવા કેસ નોંધાયા હતા. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 25 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 210 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મામલે અમેરિકા ત્રીજા નંબર પર પહોંચી ચૂક્યો છે.
કોરોના વાયરસના મામલાની જાણકારી આપનારી વેબસાઇટ વર્લ્ડોમીટરના કહેવા પ્રમાણે, મંગળવારે અમેરિકામાં કોરોના વાયરસના લગભગ 10 હજાર નવા કેસ નોંધાયા હતા જેનાથી કોરોના વાયરસન મામલાની કુલ સંખ્યા 54 હજારના આંકડાથી પાર પહોંચી ગઇ છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી સિવાય કેલિફોર્નિયા, મિશિગન, ઇલિનોઇસ અને ફ્લોરિડામાં પણ કોરોના વાયરસના કેન્દ્ર બની ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)