શોધખોળ કરો

1 મે પહેલા અમેરિકા ખતમ કરી દેશે ઈરાન યુદ્ધ? જાણો હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ પર કેમ વધ્યું દબાણ 

રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વગર 60 દિવસથી વધુ સમય માટે વિદેશી ધરતી પર લશ્કરી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકે છે. હવે આ 60 દિવસની મર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 1 મેની સમયમર્યાદા એક મોટો પડકાર બની રહી છે. યુએસમાં એક જૂનો કાયદો છે, જેમાં કોઈપણ રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વગર 60 દિવસથી વધુ સમય માટે વિદેશી ધરતી પર લશ્કરી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકે છે. હવે આ 60 દિવસની મર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે જેના કારણે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે.

ઈરાન સાથે લગભગ આઠ અઠવાડિયા લાંબા સંઘર્ષ દરમિયાન અમેરિકી કોંગ્રેસમાં રિપબ્લિકન નેતાઓએ વારંવાર ડેમોક્રેટિક પ્રયાસોને રોકી દિધા. ડેમોક્રેટ્સ લશ્કરી કાર્યવાહી અટકાવવા અને ટ્રમ્પને કોંગ્રેસ સાથે સલાહ લેવા દબાણ કરવા માંગતા હતા, કારણ કે તેમણે પરવાનગી વિના યુદ્ધ શરૂ કર્યું હતું. જો કે, હવે એક મહત્વપૂર્ણ કાયદાકીય સમયમર્યાદા નજીક આવતા પરિસ્થિતિ બદલાઈ શકે છે.

શું છે વૉર પાવર્સ ઠરાવ?

ડેમોક્રેટ્સે  1973ના વૉર પાવર્સ ઠરાવનો સહારો લઈ  આ યુદ્ધને પડકારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. રિપબ્લિકન્સે તાજેતરમાં સેનેટમાં આવા ઠરાવને અવરોધિત કર્યો છે. તેમ છતાં, કાયદામાં ચોક્કસ સમય મર્યાદા છે, જેની અસરો હવે દેખાઈ શકે છે. જ્યારે અમેરિકાએ 28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ સાથે મળીને લશ્કરી કાર્યવાહી શરૂ કરી, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમણે આ કાર્યવાહી કમાન્ડર-ઇન-ચીફના અધિકાર હેઠળ અમેરિકાના હિતો અને પ્રાદેશિક સાથીઓના રક્ષણ માટે કરી છે. જોકે, ઘણા ડેમોક્રેટ્સે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને દલીલ કરી કે આ નિર્ણય ગેર-કાનૂની હતો. 

રિપબ્લિકન નેતાઓએ યુદ્ધને લઈ આપ્યા સંકેત

ટમ્પ વહીવટીતંત્રે 2 માર્ચે કોંગ્રેસને સત્તાવાર રીતે આ ઓપરેશન અંગે જાણકારી આપી હતી.  આ તારીખથી 60 દિવસની સમયમર્યાદા શરૂ થઈ જે 1 મેના રોજ સમાપ્ત થાય છે. આ કાયદા અનુસાર, રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વગર માત્ર  60 દિવસ માટે લશ્કરને યુદ્ધમાં રોકી શકે છે. કેટલાક રિપબ્લિકન નેતાઓએ એવો પણ સંકેત આપ્યો છે કે તેઓ મંજૂરી વગર  60 દિવસથી વધુ યુદ્ધ ચાલુ રાખવાનું સમર્થન કરશે નહીં. યૂટાના સેનેટર જોન કર્ટિસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના 60 દિવસ પછી કોઈપણ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપશે નહીં. દરમિયાન, ફ્લોરિડાના નેતા બ્રાયન માસ્ટે પણ સંકેત આપ્યો છે કે 60 દિવસ પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે અને સમર્થન ઘટી શકે છે.

60 દિવસની સમયમર્યાદા સમાપ્ત થાય ત્યારે શું થશે?

યુદ્ધ સત્તા કાયદા હેઠળ, જો 60 દિવસની સમયમર્યાદા સમાપ્ત થાય છે, તો ટ્રમ્પ પાસે ત્રણ વિકલ્પો છે. તેઓ યુદ્ધ ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી મેળવી શકે છે, યુએસ લશ્કરી સંડોવણી ઘટાડવાનું શરૂ કરી શકે છે, અથવા મર્યાદિત વિસ્તરણ માંગી શકે છે. કાયદો એક વખત 30 દિવસનો વધારો આપે છે, પરંતુ આ ફક્ત સૈનિકોની સલામત વાપસી માટે છે, હુમલો ચાલુ રાખવા માટે નહીં.

2011 માં બરાક ઓબામાનો નિર્ણય

કોંગ્રેસ કોઈપણ સમયે આ લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપી શકે છે. યુદ્ધની ઔપચારિક ઘોષણા જરૂરી નથી, પરંતુ ખાસ અધિકૃતતા પસાર કરવામાં આવે છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે બધા રિપબ્લિકન આ અંગે સર્વસંમત છે કે નહીં. કેટલાક નેતાઓ આ તરફ કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. બીજી બાજુ, એવી શક્યતા છે કે ટ્રમ્પ આ સમયમર્યાદાને અવગણવાનો પ્રયાસ કરી શકે છે. અગાઉ, ઘણા યુએસ રાષ્ટ્રપતિઓએ દલીલ કરી છે કે બંધારણ તેમને કમાન્ડર-ઇન-ચીફ તરીકે વધુ અધિકાર આપે છે. ઉદાહરણ તરીકે, 2011 માં, બરાક ઓબામાએ 60 દિવસની સમયમર્યાદાથી આગળ લિબિયામાં લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી હતી, દલીલ કરી હતી કે કાયદો તેમને લાગુ પડતો નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget