(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં ગરજશે અમેરિકાના ફાઇટર જેટ્સ, પ્રથમવાર સૈન્ય અભ્યાસમાં સામેલ થશે US B1 બોમ્બર જેટ
અમેરિકન વાયુસેનાના બે બોમ્બર B1 એરક્રાફ્ટ સોમવારથી શરૂ થનારી ભારત-અમેરિકા એરફોર્સ કવાયતનો ભાગ બનશે.
નવી દિલ્હીઃ અમેરિકન વાયુસેનાના બે બોમ્બર B1 એરક્રાફ્ટ સોમવારથી શરૂ થનારી ભારત-અમેરિકા એરફોર્સ કવાયતનો ભાગ બનશે. આ ફાઇટર જેટ્સ પ્રથમ વખત બંને દેશોની સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સોમવારે આ કવાયત શરૂ થઈ રહી છે.
India, US discussed Chinese spy balloons: Top US Air Force commander
— ANI Digital (@ani_digital) April 10, 2023
Read @ANI Story | https://t.co/YtdqQNLZsn#US #India #USAirForceCommander #Chinesespyballoons pic.twitter.com/KLLPki9rWG
'કોપ ઈન્ડિયા' નામના સૈન્ય અભ્યાસમાં અમેરિકન 'પ્લેટફોર્મ'માં F-15E ફાઈટર એરક્રાફ્ટ, C-130 અને C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ સામેલ હશે. યુએસ એરફોર્સ પેસિફિક કમાન્ડના કમાન્ડર જનરલ કેએસ વિલ્સબાચે પત્રકારોને જણાવ્યું હતું કે B1 બોમ્બર્સ અને F-15E ફાઇટર જેટ આ સપ્તાહના અંતમાં વાયુસેનાની કવાયતમાં જોડાશે.
બંને દેશોની વાયુસેના વચ્ચે સહયોગ વધારવાના પ્રયાસો
યુએસ મિલિટરી કમાન્ડર એરફોર્સ ચીફ વીઆર ચૌધરીને પણ મળ્યા હતા અને પરસ્પર હિતના મુદ્દાઓ અને બંને દેશોની વાયુ સેના વચ્ચે સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ કવાયત એરફોર્સ સ્ટેશન અર્જન સિંહ (પાનાગઢ), કલાઈકુંડા અને આગ્રા ખાતે કરવામાં આવી રહી છે.
British Plane : પેંટાગોનના લીક દસ્તાવેજમાં ધડાકો, રશિયન જેટ્સે બ્રિટનનું પ્લેન તોડી નાખેલું
Russian Jet Shot Down British Spy Plane: રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના પેન્ટાગનના ગુપ્ત અને અતિ સંવેદનશીલ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. જેમાં સનસનાટીપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે કે, રશિયન ફાઇટર જેટે ગયા વર્ષે કાળા સમુદ્રમાં એક નિઃશસ્ત્ર બ્રિટિશ વિમાનને તોડી પાડ્યું હતું. બ્રિટિશ જાસૂસી વિમાન 29 સપ્ટેમ્બરે ક્રિમિઅન કિનારેથી ઉડી રહ્યું હતું ત્યારે તેને રશિયા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
પેન્ટાગોનના લીક થયેલા દસ્તાવેજ અનુસાર, બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વોલેસે ગયા વર્ષે ઓક્ટોબરમાં હાઉસ ઓફ કોમન્સ ઓફ પાર્લામેન્ટને આ ઘટના વિશે માહિતી આપતા કહ્યું હતું કે, બે રશિયન Su-27 ફાઈટર જેટ્સે કાળા સમુદ્ર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. RC-135ને અટકાવવામાં આવ્યું હતું.
બેન વોલેસે વધુમાં શેર કર્યું હતું કે, રશિયન જેટમાંથી એકે અમુક અંતરે "મિસાઇલ ફાયર કર્યું હતું". જો કે, તેણે આ ઘટનાને રશિયાના હુમલા તરીકે વર્ણવી ન હતી. તેણે મિસાઇલ પ્રક્ષેપણને "તકનીકી ખામી" ગણાવી હતી. લીક થયેલા દસ્તાવેજને "સિક્રેટ/નોફોર્ન" નામ આપવામાં આવ્યું છે. તે ઓક્ટોબરના અંતથી ફેબ્રુઆરી વચ્ચે અમેરિકન, બ્રિટિશ અને ફ્રેન્ચ એરક્રાફ્ટ પર રશિયન ક્રિયાઓની વિગતો પણ આપે છે.
રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ
જાહેર છે કે, રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. કાળા સમુદ્રમાં અમેરિકાના MQ-9 રીપર સર્વેલન્સ ડ્રોનના ક્રેશને લઈને અમેરિકાએ રશિયાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. મંગળવારે એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં યુએસ સેનેટ ચક શૂમરે કહ્યું હતું કે, હું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહેવા માંગુ છું કે તમે બંને દેશો વચ્ચે અણધાર્યા તણાવમાં વધારો કરો તે પહેલા આ વર્તન બંધ કરો."