શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, જૂન મહિના પછી હજારો ભારતીયોને અમેરિકાથી ભારત મોકલી દેવાશે, જાણો શું છે કારણ ?
કોરોના વાઈરસના સંકટને પગલે અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા છે, જ્યારે અનેકની નોકરીઓ પણ જતી રહી છે.
નવી દિલ્હીઃ અમેરિકામાં એચ-1બી વર્ક વીઝા લઈને નોકરી કરવા ગયેલ અંદાજે 2 લાખ ભારીય માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. એક બાજી કોરાના મહામારીનો સામનો તો બીજી બાજુ જૂનમાં તેમના વીઝાની સમય મર્યાદા પૂરી થવા જઈ રહી છે, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલ નવા કાયદાને કારણે આગળ નહીં વધે. તેના કારણે તેમને અમેરિકા છોડવું પડશે.
બીજી બાજુ ભારતમાં આ મહામારીને કારણે પોતાનો સંપર્ક સમગ્ર વિશ્વ સાથે તોડી નાંખ્યો છે. તેના કારણે એ લોકો અમેરિકાથી ભારત પણ પરત નથી ફરી શકતા.
કોરોના વાઈરસના સંકટને પગલે અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા છે, જ્યારે અનેકની નોકરીઓ પણ જતી રહી છે. અમેરિકન થિંક ટેન્ક નિસ્કેનેને સેન્ટરમાં ઈમિગ્રેશન પોલિસીના નિષ્ણાત જેર્મે ન્યૂફેલ્ડના કહેવા પ્રમાણે, અમેરિકામાં બે લાખથી વધુ એચ-1બી વિઝાધારકો જૂન સુધી કાયદેસરના અધિકારો ખોઈ દેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ હોવાથી તેઓ ભારત પણ નહીં જઈ શકે. એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોપ્ટ જેવી ટેક કંપનીઓ તરફથી ટેકનેટ નામના લોબી ગ્રૂપે 17 એપ્રિલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખીને એચ-1બી વિઝાધારકો માટે 10 સપ્ટેમ્બર સુધી રાહત આપવાની માંગ કરી હતી. જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેનો જવાબ આપવાની પણ તસદી લીધી નથી.
નોકરી ગયા બાદ અમેરિકામાં વીઝા ધારક વધુમાં વધુ 60 દિવસ સુધી કાયદાકીય રીતે રહી શકે છે. તેનાતી વધારે રોકાય તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે, જે અશક્ય છે. અમેરિકામાં રહેતા મોટાભાગના ભારતીયો માટે 60 દિવસનો ગાળો જૂનમાં પૂરો થઈ ર્યો છે. તેના કારકણે આ બધા લોકોના ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement