શોધખોળ કરો
Advertisement
ભારત-અમેરિકા વચ્ચે આજે ‘ટૂ પ્લસ ટૂ’ વાતચીત, સુરક્ષા મામલે થઈ શકે છે મહત્વપૂર્ણ સમજૂતી
વિદેશ મંત્રી એસ જયશંકર સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહની અમેરિકી વિદેશમંત્રી માઈક પૉમ્પિયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે બુધવાર વાતચીત થશે.
નવી દિલ્હી: અમેરિકામાં પહેલીવાર ભારત અને અમેરિકા વચ્ચે આજે ટૂ પ્લસ ટૂ વાર્તા થશે. વોશિંગટન ડીસીમાં આયોજીત થનારી આ દ્વિપક્ષીય ચર્ચામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર ભારતી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
વરિષ્ઠ અધિકારીઓ અનુસાર, દ્વિપક્ષીય સુરક્ષા મામલે કેટલાક મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. જેમાં જનરલ સિક્યોરિટી ઑફ મિલિટ્રી ઇન્ફર્મેશન એગ્રીમેન્ટ પર સમજૂતી સિવાય પેન્ડિંગ રક્ષા કરાર જેવા એમએચ-આર હેલિકૉપ્ટર, એમકે-45 ગન અને અન્ય સુરક્ષા સાધનોના ખરીદ પર પણ જાહેરાત થઈ શકે છે.
વિદેશ મંત્રી એસ જયશંકર સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહની અમેરિકી વિદેશમંત્રી માઈક પૉમ્પિયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે બુધવાર વાતચીત થશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સહમતિથી બન્ને ગેશો વચ્ચે ટૂ પ્લસ ટૂની પ્રથમ વાર્તા ગત સપ્ટેમ્બરમાં દિલ્હીમાં થઈ હતી.Second India-US 2+2 Ministerial Dialogue to be held in Washington, DC today. Defence Minister Rajnath Singh & External Affairs Minister (EAM) Dr S Jaishankar, to lead Indian delegation. (File pics) pic.twitter.com/h31ntWU7Aq
— ANI (@ANI) December 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement