કયા દેશમાં ઓમિક્રૉનના એક દિવસમાં 3 લાખ કેસ આવવાની શક્યતાથી સરકાર ગભરાઇ, ને પછી શું ભર્યુ આકરુ પગલુ, જાણો
નોર્વેમાં સરકારે પોતાના દેશમાં મોટાભાગની જગ્યાઓ પર લૉકડાઉન લગાવા દીધુ છે,
![કયા દેશમાં ઓમિક્રૉનના એક દિવસમાં 3 લાખ કેસ આવવાની શક્યતાથી સરકાર ગભરાઇ, ને પછી શું ભર્યુ આકરુ પગલુ, જાણો UK Omicron : lockdown implemented in norway due to fast spreading omicron in country કયા દેશમાં ઓમિક્રૉનના એક દિવસમાં 3 લાખ કેસ આવવાની શક્યતાથી સરકાર ગભરાઇ, ને પછી શું ભર્યુ આકરુ પગલુ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/06/278f8e5fe0d6ad02f0f31102ea2bd859_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Omicron Lockdown: દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ઓમિક્રૉનનો ખતરો હવે ધીમે ધીમે દરેક દેશોમાં વધી રહ્યો છે. બ્રિટનમાં ઝડપથી ફેલાઇ રહેલા ઓમિક્રૉનથી સોમવારે પહેલી વ્યક્તિનુ મોત થયાનુ સામે આવ્યુ છે.
દક્ષિણ આફ્રિકામાંથી મળેલા આ નવા વેરિએન્ટનું સંક્રમણ હવે ઝડપથી ફેલાઇ રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે યુરોપના દેશોમાં ફફડાટ ફેલાયો છે, નોર્વેમાં સરકારે પોતાના દેશમાં મોટાભાગની જગ્યાઓ પર લૉકડાઉન લગાવા દીધુ છે, વળી, ચીને પણ કડક પગલુ ભરતા ઝેજિયાંગ પ્રાંતમાં લૉકડાઉન લગાવ્યુ છે. ભારતની સાથે સાથે હવે આપણા પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે.
નોર્વેમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. નોર્વે વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોએરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ઓમિક્રોન સંક્રમણના કારણે કડકાઈ વરતવી જરૂરી છે. રેસ્ટોરા, જિમ બંધ કરી દેવાયા છે. કડક કોવિડ-19ના નિયમ લાગુ કરી દેવાયા છે. આશંકા છે કે જાન્યુઆરીમાં નવા કેસ પ્રતિ દિન 300,000 સુધી પહોંચી શકે છે. એક દિવસમાં ત્રણ લાખ કેસ આવવાની સંભાવનાઓથી નોર્વની સરકારે પ્રતિબંધો અને લૉકડાઉન જેવા આકરા પગલા ભરવાની શરૂઆત અત્યારથી જ કરી દીધી છે.
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)