(Source: ECI/ABP News/ABP Majha)
Liz Truss Resigns: બ્રિટનનાં પ્રધાનમંત્રી લિઝ ટ્રસે આપ્યું રાજીનામું, 6 સપ્તાહમાં છોડવું પડ્યું પદ
બ્રિટનનાં પ્રધાનમંત્રી લિઝ ટ્રસે પદ પરથી રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસે ફક્ત 6 અઠવાડિયામાં જ પ્રધાનમંત્રી પદ છોડી દીધું છે.
Liz Truss Resigns: બ્રિટનનાં પ્રધાનમંત્રી લિઝ ટ્રસે પદ પરથી રાજીનામું આપ્યું છે. લિઝ ટ્રસે ફક્ત 6 અઠવાડિયામાં જ પ્રધાનમંત્રી પદ છોડી દીધું છે. મહત્વનું છે કે, બ્રિટનની આર્થિક સ્થિતિ અંગે સરકારની યોજનાઓ અંગે સતત સવાલો ઉઠાવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે લિઝ ટ્રસે રાજીનામું આપ્યું છે. જો કે, તેઓ આગળના પ્રધાનમંત્રી પસંદ ના થાય ત્યાં સુધી પીએમ તરીકે કામ કરશે.
લિઝ ટ્રસે શું કહ્યું?
લિઝ ટ્રસનો કાર્યકાળ માત્ર 45 દિવસનો રહ્યો છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ લિઝ ટ્રુસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા મને લાગે છે કે હું જે વચનો માટે લડી હતી તે પૂરાં કરી શકી નથી. મેં આર્થિક ખરાબ પરિસ્થિતમાં પીએમનો ચાર્જ સંભાળ્યો હતો. હવે હું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી રહી છું.
#WATCH | Liz Truss resigns as the Prime Minister of the United Kingdom
— ANI (@ANI) October 20, 2022
I am resigning as the leader of the Conservative party. I will remain as Prime Minister until a successor has been chosen: Liz Truss
(Source: Reuters) pic.twitter.com/nR2t0yOP30
તમને જણાવી દઈએ કે, લીઝ ટ્રસે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યા બાદ થોડા જ દિવસોમાં અર્થવ્યવસ્થાની ખરાબ વ્યવસ્થાના કારણે સત્તાધારી કંઝર્વેટીવ પાર્ટીમાં બળવો શરુ થઈ ગયો હતો. છેલ્લા એક જ અઠવાડિયામાં બે મંત્રીઓએ રાજીનામું પણ આપ્યું હતું.
ચૂંટણી કરાવા માટે વિપક્ષની માંગ
વેંસ્ટમિંસ્ટરમાં ચાલી રહેલી રાજનીતિક ઉથલ-પાથલ વચ્ચે એ સામે આવ્યું કે, કંઝર્વેટિવ પાર્ટીના સભ્યો લિઝ ટ્રસને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવાના તેમના નિર્ણય અંગે અફસોસ કરી રહ્યા હતા. લિઝ ટ્રસના રાજીનામા પછી વિપક્ષ લેબર પાર્ટીના કેયર સ્ટારમરે બ્રિટનમાં જલ્દી જ ચૂંટણી કરવા માટે માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કંઝર્વેટિવ પાર્ટીના 530 સભ્યોના YouGov પોલમાં પણ જાણવા મળ્યું હતું કે, 55% સભ્યો માને છે કે લિઝ ટ્રસને પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ. કેટલાક અન્ય સર્વેક્ષણોએ પણ સંકેત આપ્યો હતો કે, લિઝ ટ્રસને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. ટ્રસના નિર્ણયોથી ખુદ તેમનો પોતાનો પક્ષ પણ નાખુશ હતો.