યુદ્ધની વચ્ચે યુક્રેનની આ સ્ટાર ખેલાડીએ વર્લ્ડ ઇન્ડૉર ચેમ્પિયનશીપમાં જીત્યો ગૉલ્ડ, ઘર-બાર છોડીને કઇ રીતે પહોંચી રમવા, જાણો વિગતે......
શનિવારે વર્લ્ડ ઇન્ડૉર ચેમ્પિયનશીપમાં ઉંચી કૂદમાં ગૉલ્ડ મેડલ જીત્યો, આ માટે યારોસ્લાવા મહુચિખ પોતાના દેશમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષની તમામ બાધાઓને પાર કરી છે.
![યુદ્ધની વચ્ચે યુક્રેનની આ સ્ટાર ખેલાડીએ વર્લ્ડ ઇન્ડૉર ચેમ્પિયનશીપમાં જીત્યો ગૉલ્ડ, ઘર-બાર છોડીને કઇ રીતે પહોંચી રમવા, જાણો વિગતે...... ukraine athlete high jumper yaroslava mahuchikh won the gold in the world indoor championship યુદ્ધની વચ્ચે યુક્રેનની આ સ્ટાર ખેલાડીએ વર્લ્ડ ઇન્ડૉર ચેમ્પિયનશીપમાં જીત્યો ગૉલ્ડ, ઘર-બાર છોડીને કઇ રીતે પહોંચી રમવા, જાણો વિગતે......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/20/e6baeb38b3017b39d6d5fea8df01b904_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે આજે 25માં દિવસે પણ યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. રશિયન સેનાના બૉમ્બમારામાં યૂક્રેનના અનેક શહેરો, અનેક ઘરો અને અનેક પરિવારો બરબાર થઇ ગયા છે. ત્યારે આ બધાની વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે ખરેખરમાં સન્માનીય છે. ખરેખરમાં યૂક્રેનની એથ્લેટ્સ યારોસ્લાવા મહુચિખએ ગૉલ્ડ મેડલ જીત્યો છે.
યારોસ્લાવા મહુચિખએ શનિવારે વર્લ્ડ ઇન્ડૉર ચેમ્પિયનશીપમાં ઉંચી કૂદમાં ગૉલ્ડ મેડલ જીત્યો, આ માટે યારોસ્લાવા મહુચિખ પોતાના દેશમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષની તમામ બાધાઓને પાર કરી છે. યૂક્રેન પર રશિયન હુમલા બાદ મહુચિખને પોતાના ઘરમાંથી ભાગવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. તેને એક કેદમાં છુપાઇને અંતતઃ બેલગ્રેડ માટે ત્રણ દિવસમાં 2,000 કિમીની યાત્રા કરી. મહુચિખે યુદ્ધ વધવા પર ત્રણ અઠવાડિયા પહેલા જ નિપ્રોમાં પોતાનુ ઘર છોડી દીધુ હતુ. સેંકડો ફોન કૉલ, દિશામા કેટલાય ફેરફાર, વિસ્ફોટ, આગ અને હવાઇ હુમલાના સાયરન- આ બધાની વચ્ચે યારોસ્લાવા મહુચિખે સર્બિયા માટે પોતાનો રસ્તો શોધી લીધો.
ટોક્યો ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીત્યો હતો યારોસ્લાવા મહુચિખે-
હાલમાં યૂરોપીય ઇન્ડૉર હાઇ જમ્પ ચેમ્પિયન યારોસ્લાવા મહુચિખે 2019માં ટોક્યો ઓલિમ્પિકમાં કાસ્ય અને દોહામાં વર્લ્ડ આઉટડૉર રજત પદક જીત્યો હતો. આ સ્પર્ધામાં સિલ્વર જીતનારી ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેનૉર પેટરસને કહ્યું કે, યારોસ્લાવા મહુચિખની પાછળ એક રજત જીતવુ આને વધુ ખાસ બનાવે છે, તેની એવી કઠિનાઇઓનો સામનો કરવો પડ્યો, જેનુ કોઇ હકદાર નથી. એટલે મને પણ આના પર બહુજ ગર્વ છે. પેટરસને યૂક્રેન સમર્થનમાં પોતાના નખને વાદલી અને પીળા રંગથી રંગી દીધા હતા.
આ પણ વાંચો...........
શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા
Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી
હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)