શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાન: ટ્રંપની તાલિબાની નેતા સાથે વાતચીતના થોડાક જ કલાકમાં હુમલો, સેના-પોલીસના 20 જવાનોના મોત
તાલિબાની દ્વારા મંગળવારે રાતે કુંડુજના ઈમામ સાહિબ જિલ્લામાં ઓછામાં ઓછી ત્રણ સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે તેમની બાગીઓના રાજકીય પ્રમુખ સાથે સારી વાતચીત થઈ છે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે ફોન પર વાત કર્યાના થોડાક જ કલાકો બાદ તાલિબાને હુમલો કર્યો હતો. જેમાં અફઘાન સૈનિકો અને પોલીસ સહિત 20ના મોત થયા હતા. તાલિબાની દ્વારા મંગળવારે રાતે કુંડુજના ઈમામ સાહિબ જિલ્લામાં ઓછામાં ઓછી ત્રણ સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે તેમની બાગીઓના રાજકીય પ્રમુખ સાથે સારી વાતચીત થઈ છે.
અમેરિકાએ પણ બુઘવારે તાલિબાનીના લડાકુઓ પર હવાઈ હુમલો કર્યો. દક્ષિણ હેલમંદ પ્રાંતમાં અફઘાન સેના પર હુમલા બાદ અમેરિકી સેનાએ છેલ્લા 11 દિવસોમાં પહેલીવાર કાર્યવાહી કરી છે. એક અમેરિકી સૈન્ય પ્રવક્તાએ આ જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી બાદ અફઘાનિસ્તાન દ્વારા કેટલાક લડાકુઓને મુક્ત કરવાનો ઈનકાર કરતા સ્થિતિ બગડી હતી. તાલિબાને તરત સમજૂતી તોડી દીધી અને હુમલો કરી દીધો છે. આ હુમલામાં કુલ 20 અફઘાની સૈનિકોના મોત થયા છે .
અમેરિકા સાથે શાંતિ સમજૂતી બાદ તાલિબાને સોમવારે કહ્યું હતું કે તે આંશિક યુદ્ધ વિરામ ખતમ કરવાની સાથે અફઘાન સુરક્ષા દળો વિરુદ્ધ આક્રમક અભિયાન ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. આ આંશિક યુદ્ધ વિરામની જાહેરાત ચરમપંથિઓ અને વોશિંગટન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા તે પહેલા કરવામાં આવી હતી. તાલિબાની પ્રવક્તા અનુસાર, સમજૂતી પ્રમાણે, અમારા મુજાહિદ્દીન વિદેશી દળો પર હુમલો નહીં કરે પરંતુ કાબુલના પ્રશાસનવાળા દળો વિરુદ્ધ અમારુ અભિયાન ચાલુ રહેશે.
ટ્રંપે મંગળવારે તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે ફોન પર વાત કરી હતી. ટ્રંપે કહ્યું હતું કે, તેઓ હિંસાને ત્યાગવના પક્ષમાં છે. તેમને 10 માર્ચે શરૂ થઈ રહેલી ડીલમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. 10 માર્ચે દોહામાં અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતીની શરૂઆત થવા જઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement