શોધખોળ કરો

US Budget: ડ્રેગનને પીંખી નાખવા અમેરિકા ચડાવી બાંયો, રક્ષા બજેટમાં કર્યો રાક્ષસી વધારો

પેન્ટાગોનના કોમ્પ્ટ્રોલર માઈકલ મેકકોર્ડે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો આપણે મોંઘવારી પર નજર કરીએ તો આ બજેટ ચોક્કસપણે પાંચ વર્ષ પહેલા એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે.

US Defence Budget : ચીની સૈન્યને સ્ટીલની શક્તિશાળી દિવાલ બનાવવાની શી જીનપિંગની જાહેરાત બાદ હવે અમેરિકાએ પણ તેની સામે બાથ ભિડવાનો હુંકાર ભર્યો છે. ચીન સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અમેરિકા તેના સૈન્ય બજેટમાં જંગી વધારો કરવા જઈ રહ્યું છે. જાહેર છે કે હાલમાં દુનિયાભરમાં અમેરિકાનું સૈન્ય બજેટ સૌથી વધુ છે. જેમાં હવે ફરી એકવાર અસાધારણ વધારો કરવામાં આવશે. 

અમેરિકાના રક્ષા વિભાગે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગોને એડવાન્સ મિસાઈલ, સ્પેસમાં ડિફેન્સ અને આધુનિક જેટ્સના સ્ટોકને ધ્યાનમાં રાખીને પોતાના બજેટમાં અસાધારણ રીતે વધારો કરવાની તૈયારી કરી છે. કેટલાક દાયકાઓ બાદ અમેરિકાના સંરક્ષણ બજેટમાં આ વધારા પાછળનું મુખ્ય કારણ ચીન હોવાનું કહેવાય છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે દાયકાઓ પછી અમેરિકાને ચીન તરફથી ખતરો છે. આ સ્થિતિમાં સંરક્ષણ બજેટ વધારવું હિતાવહ છે. અમેરિકા હવે તેની સેના પર લગભગ એક ટ્રિલિયન ડોલર ખર્ચ કરશે. સોમવારે મુખ્ય નાણાકીય અધિકારી દ્વારા સંરક્ષણ બજેટ વિશે માહિતી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વતી, $842 બિલિયનના સંરક્ષણ બજેટનો પ્રસ્તાવ મંજૂરી માટે કોંગ્રેસને મોકલવામાં આવ્યો છે.

ઇરાક યુદ્ધ પછી આટલું બજેટ

વર્ષ 2024માં પેન્ટાગોને આ રકમ ખર્ચવાનું મન બનાવી લીધું છે. ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ બાદ અમેરિકાનું સંરક્ષણ બજેટ આ આંકડા સુધી પહોંચ્યું છે. આ બંને યુદ્ધ 2000ના દાયકાના મધ્યમાં થયા હતા. આ બંને યુદ્ધમાં અમેરિકાના લાખો સૈનિકો મોટી સંખ્યામાં મોરચે તૈનાત હતા. હવે ફરી એકવાર બજેટમાં વધારો થવાના રસ્તે છે, એવું માનવામાં આવે છે કે અમેરિકા શસ્ત્રો પર મહત્તમ રકમ ખર્ચવાની તૈયારી કરી રહ્યું છે.

ઘણા સંરક્ષણ નિષ્ણાતોના મતે યુક્રેન યુદ્ધમાં અમેરિકન સંરક્ષણ કંપનીઓની ખામીઓ સામે આવી છે. અમેરિકા નહીં ઈચ્છે કે ચીનથી કોઈ ખતરો હોય તો તેને નુકસાન થાય. અમેરિકા હવે અવકાશમાં પણ ચીન તરફથી પડકારનો સામનો કરી રહ્યું છે. અવકાશમાં ચીનની હાઇપરસોનિક ક્ષમતાઓ પણ નોંધપાત્ર રીતે વધી રહી છે.

શું આ બજેટ મંજૂર થશે

પેન્ટાગોનના કોમ્પ્ટ્રોલર માઈકલ મેકકોર્ડે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો આપણે મોંઘવારી પર નજર કરીએ તો આ બજેટ ચોક્કસપણે પાંચ વર્ષ પહેલા એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. તેમના મતે સંરક્ષણ બજેટમાં આટલો વધારો તદ્દન ઐતિહાસિક છે. જોકે દેશનું સંરક્ષણ બજેટ દેશના જીડીપીના માત્ર ત્રણ ટકા છે.

મેકકોર્ડે કહ્યું હતું કે, જો તેની સરખામણી બીજા વિશ્વયુદ્ધ સાથે કરવામાં આવે તો તે જીડીપી કરતા ઘણું ઓછું હોવાનું જાણવા મળે છે. બાઈડેન દ્વારા ગયા અઠવાડિયે બજેટ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેમાં $6.8 ટ્રિલિયનના સંરક્ષણ ખર્ચની મંજૂરી માંગવામાં આવી છે. રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે તે આ બજેટને મંજૂર નહીં કરે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કોંગ્રેસ પેન્ટાગોનના પ્રસ્તાવ પર કેવી પ્રતિક્રિયા આપશે.

દારૂગોળાથી લઈ મિસાઇલમાં કરશે જબ્બર ખર્ચ

અમેરિકાના સંરક્ષણ બજેટમાં આ વખતે દારૂગોળાના ઉત્પાદનમાં ઝડપ લાવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. મેકકોર્ડના જણાવ્યા અનુસાર, યુક્રેન જે ઝડપ સાથે 155 હોવિત્ઝર્સનો ઉપયોગ કરી રહ્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકાનો સંરક્ષણ ઉદ્યોગ તે સ્થાને નથી જ્યાં તે હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ અમેરિકા માટે એક પાઠ છે.

બજેટનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે ચીનની આક્રમકતા અને તેની ધમકીઓની કોઈ અસર ન થાય. બાઈડેન પ્રશાસન વતી કોંગ્રેસ પાસેથી 30 બિલિયન ડોલરની મંજૂરી માંગવામાં આવી છે જેથી તે વધુને વધુ મિસાઇલોનું ઉત્પાદન કરી શકે. આ ઉપરાંત વાયુ, અવકાશ અને પરમાણુ હથિયારોના આધુનિકીકરણ માટે $38 બિલિયનની મંજૂરી માંગવામાં આવી છે. આ સિવાય B-21 સ્ટીલ્થ બોમ્બર અને જમીનથી પ્રક્ષેપિત આંતર-મહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલો પણ રાખવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget