અમેરિકી સંસદ ભવન પાસે ટ્રકમાં વિસ્ફોટક હોવાની સૂચના, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
યુએસ સંસદ ભવનની લાઇબ્રેરીની બહાર ગુરુવારે એક પિક-અપ ટ્રકમાં વિસ્ફોટકો હોવાના અહેવાલોની પોલીસ તપાસ કરી રહી છે અને બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે.
યુએસ સંસદ ભવનની લાઇબ્રેરીની બહાર ગુરુવારે એક પિક-અપ ટ્રકમાં વિસ્ફોટકો હોવાના અહેવાલોની પોલીસ તપાસ કરી રહી છે અને બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. કાયદા અમલીકરણ એજન્સીના બે અધિકારીઓએ આ માહિતી આપી.
અપડેટ મુજબ, આસપાસની ઇમારતોને પોલીસે ખાલી કરાવી છે. અમેરિકી સંસદ ભવનમાં પોલીસે જણાવ્યું કે અધિકારીઓ કેપિટલની લાઇબ્રેરી પાસે શંકાસ્પદ વાહનની તપાસ કરી રહ્યા છે. આ ઇમારત સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટની નજીક છે. નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસકર્તા સ્થળ પર છે અને એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઉપકરણ વિસ્ફોટક હતું કે નહીં.
અધિકારીઓએ કહ્યું કે ઘટનાસ્થળ પર તપાસકર્તા એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું ઉપકરણ એક વિસ્ફોટક હતું કે નહી અને ટ્રકમાં હાજર વ્યક્તિ પાસે ડેટોનેટર હતું. અધિકારીઓ મુજબ પોલીસ સ્થળ પર સ્નાઈપર્સ મોકલી રહી છે.