શોધખોળ કરો
Advertisement
US Elections 2020: ભારતીય મૂળના ઉમેદવારોએ પણ લહેરાવ્યા વિજય પતાકા, જાણો કોણ ક્યાંથી જીત્યું
ચેન્નઈમાં જન્મેલી 55 વર્ષીય જયપાલ ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર હતી અને તેણે વોશિંગ્ટનનમાં રિપબ્લિક પાર્ટીના ક્રેગ કેલ્લરને 70 ટકા મતથી હાર આપી છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોએ પણ વિજય પતાકા લહેરાવ્યા છે. ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસ સાંસદ પ્રમિલા જયપાલ હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ માટે સતત ત્રીજી વખત વિજેતા બની હતી. ચેન્નઈમાં જન્મેલી 55 વર્ષીય જયપાલ ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર હતી અને તેણે વોશિંગ્ટનનમાં રિપબ્લિક પાર્ટીના ક્રેગ કેલ્લરને 70 ટકા મતથી હાર આપી છે. જયપાલને અત્યાર 3,44,541 મત મળ્યા, જ્યારે કેલ્લારને માત્ર 61,940 મત મળ્યા. જયપાલ ભારતની જમ્મુ-કાશ્મીર પર નીતિ અને સીએએની આલોચક રહી છે.
નીરજ એટંની ઓહાયોથી સીનેટ તરીક ચૂંટાયેલા પ્રથમ ભારતીય અમેરિકન નાગરિક બની ગયા છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને હાર આપી હતી. એંટનીએ કહ્યું, હું આ સમુદાયના સમર્થન માટે તેમનો આભાર માનું છું. એટંનીના માતાપિતા 1987માં અમેરિકામાં આવ્યા હતા.
ડેમોક્રેટિક પાર્ટીના રાજા કૃષ્ણમૂર્તિ પણ હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ માટે ચૂંટાઈ આવ્યા છે. ભારતીય મૂળની અન્ય બે ઉમેદવારો એમી બેરા અને રો ખન્ના પણ કોંગ્રેસ માટે કેલિફોર્નિયામાં મત વિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. હાલ હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવમાં ભારતીય મૂળના ચાર સભ્યો છે.
ડો. હિરલ તિપિરનેની એરિઝોનાથી રિપબ્લિક ઉમેદવારને કાંટાની ટક્કર આપી રહ્યા છે. જો તેઓ જીતશે તો હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ પહોંચનારી ભારતીય મૂળની બીજી મહિલા હશે.
જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?
ગુજરાતના સિંહોને અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાની સરકારની વિચારણાનો સિંહ પ્રેમીઓએ કર્યો વિરોધ, જાણો શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion