Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ
Delhi Blast: આ ઘટના સોમવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની જ્યારે એક હ્યુન્ડાઇ i20 કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો.

Delhi Blast: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે એક મોટો વિસ્ફોટ થયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો જેમાં આઠ લોકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સોમવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બની જ્યારે એક હ્યુન્ડાઇ i20 કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી નજીકના વાહનોને પણ નુકસાન થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બ્લાસ્ટની જાણકારી મળતા જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ કરી હતી.
India: On Nov. 10, a car exploded near the Lal Quila (Red Fort) metro station in central Delhi, India, with local media reporting multiple casualties.
— Travel - State Dept (@TravelGov) November 10, 2025
While the cause of the explosion is unknown at this time, the Government of India has placed several Indian states on high alert.… pic.twitter.com/4E44MxxIkT
યુએસ એમ્બેસીએ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું
વિસ્ફોટ બાદ યુએસ એમ્બેસીએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. એમ્બેસીએ તેની વેબસાઇટ પર લખ્યું, "10 નવેમ્બર, 2025 ના રોજ, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં વિસ્ફોટ થયો. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી." એમ્બેસીએ તેના નાગરિકોને લાલ કિલ્લો, ચાંદની ચોક અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા, સ્થાનિક મીડિયા સાથે અપડેટ રહેવા અને સતર્ક રહેવાની સલાહ આપી છે.
Our hearts are with those affected by the terrible explosion in New Delhi. We continue to closely monitor the situation. Our sincere condolences to the families who lost their loved ones. Praying for the speedy recovery of those injured.
— State_SCA (@State_SCA) November 10, 2025
વિદેશી દૂતાવાસોએ શોક વ્યક્ત કર્યો
વિસ્ફોટ બાદ બ્રિટન, શ્રીલંકા, મોરક્કો અને ઓસ્ટ્રેલિયાના રાજદૂતોએ શોક વ્યક્ત કર્યો હતો. બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરને કહ્યું હતું કે, "દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં પ્રભાવિત તમામ લોકો પ્રત્યે મારી સંવેદના."
શ્રીલંકાના હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું હતું કે, "અમે પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની અમે કામના કરીએ છીએ." મોરક્કો અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારીઓએ પણ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના પોસ્ટ કરી અને ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી.
દરમિયાન, દિલ્હી પોલીસે જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની કલમ 16, 18 અને વિસ્ફોટકો અધિનિયમ અને BNS ની વિવિધ કલમો કેસ નોંધવામાં આવ્યો છે.





















